Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દેવભૂમિ દ્વારકા:  જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી

દેવભૂમિ દ્વારકા: જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી

My Samachar 1 day ago

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બપોરે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે ગૌરીબેન હાથીયા અને ઉપપ્રમુખ તરીકે ચીમનભાઈ નકુમની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત કચેરી ખાતે ગતરોજ બપોરે જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા સદસ્યોની ખાસ બેઠક યોજાઇ હતી.

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને તેમજ સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરની ખાસ ઉપસ્થિતિમાં યોજાઈ ગયેલી આ બેઠકમાં જિલ્લા પંચાયતના આગામી અઢી વર્ષના પ્રમુખ, ઉપપ્રમુખ તરીકેની વિધિવત રીતે વરણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખના હોદ્દા માટે દાવેદારી નોંધાવવા ગઈકાલે શુક્રવારે અંતિમ દિન હોય, ભાજપના સભ્યો સિવાય અન્ય કોઈ દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી ન હતી. ત્યાર બાદ ગતરોજ યોજાઈ ગયેલી આ બેઠકમાં દ્વારકા વિસ્તારના બરડીયા બેઠકના ગૌરીબેન જેઠાભાઈ હાથીયા પ્રમુખ તરીકે તેમજ ઉપપ્રમુખ તરીકે ચીમનભાઈ દેવશીભાઈ નકુમની જાહેરાત કરવામાં આવી હતી.

આ સાથે કારોબારી ચેરમેન તરીકે રંજનબેન કશ્યપભાઈ આહીર, પક્ષના નેતા તરીકે જયેશભાઈ કરસનભાઈ જેઠવા અને દંડક તરીકે કનુભાઈ પરબતભાઈ વરુની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના કુલ 22 પૈકી 20 સભ્યો હાજર રહ્યા હતા.દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત નોંધપાત્ર કહી શકાય તેટલા 18 સભ્યો સાથે ભાજપને સ્પષ્ટ બહુમતી સાંપળી છે. ત્યારે વાર્ષિક કરોડો રૂપિયાનું બજેટ ધરાવતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ગામ્ય વિસ્તારોનો વિકાસ વધુ વ્યવસ્થિત રીતે થાય તેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.ફોટો: કુંજન રાડિયા

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: My Samachar Gujarati