Friday, 27 Nov, 4.25 pm My Samachar

હોમ
EXCLUSIVE:મોટાભાગની આગ લાગવા પાછળ હોય છે આ કારણ, આ અહેવાલ બનશે આંખ ઉઘાડનારો..

Mysamachar.in-જામનગર

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના કેટલાય શહેરોમાં આગ અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે, તેમાં સુરતની તક્ષશીલા બિલ્ડીંગની ટ્યુશન કલાસીસમાં આગ, અમદાવાદ હોસ્પીટલની આગ હોય કે પછી જામનગર જી.જી હોસ્પીટલમાં લાગેલ આગ કે પછી ગઈકાલે રાજકોટમાં લાગેલ આ તમામ આગ લાગવાની ઘટનાઓ ઉપરાંત પણ બીજી જે કોઈ આગની ઘટનાઓ રહેણાક સિવાય બનતી હોય તેમાં તપાસના અંતે મોટાભાગની આગ લાગવાનું કારણ શોર્ટશર્કીટથી થઇ હોવાનું સામે આવતું રહે છે,

અને મોટાભાગના લોકો અને મીડિયાનું ધ્યાન ફાયર એનઓસી પર હોય છે કે જે બિલ્ડીંગમાં કે હોસ્પીટલમાં આગ લાગી ત્યાં ફાયર વિભાગનું એનઓસી હતું કે કેમ..? ફાયર સેફટીની સુવિધા હતી કે કેમ..? આ વિચાર યોગ્ય પણ છે કારણ કે ફાયર સેફ્ટીના તમામ નીતિનિયમોનું પાલન થવું જ જોઈએ પણ ફાયરના નિયમોની અમલવારી વચ્ચે એક મુદ્દો હમેશા સાઈડલાઈન થતો રહે છે જે ઇલેક્ટ્રિકલ સેફટી ઓડીટનો અને ખુબ મહત્વનો છે, જેને કારણે જ મોટાભાગની આગની ઘટનાઓ બનતી હોય છે..

"માયસમાચાર" ના આ EXCLUSIVE અહેવાલમાં આજે અમે લોકોને ઇલેક્ટ્રિકલ સેફટી ઓડીટને નામે ચાલતી લાલીયાવાડીની વાત કરવા જઈ રહ્યા છે, નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષકની સૌરાષ્ટ્ર ઝોન કચેરી રાજકોટ ખાતે કાર્યરત છે, અને આ કચેરી સમગ્ર સૌરાષ્ટ્રમાં જે કોઈ મોટા ઈમારતો કે હોસ્પિટલો, શાળા કોલેજો બને તેનું ઈલેક્ટ્રીકલ સેફટી ઓડીટ કરવાનું કામ કરે છે,(ઈલેક્ટ્રીકલ સેફટી ઓડીટ એટલે કે ઈમારતમાં વીજ પ્રવહન યોગ્ય રીતે છે, યોગ્ય વાયરીંગ છે, જરૂરિયાત પણ પ્રમાણેની સ્વીચો સહિતની બાબતો છે કે કેમ) પણ ખાટલે મોટી ખોટ એ છે કે આ કચેરી પાસે જ પુરતો સ્ટાફ નથી અને વિસ્તાર ખુબ મોટો છે,

કારણ કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓનો સમાવેશ આ કચેરી હેઠળ થાય છે, ત્યારે આ કચેરી ઈલેક્ટ્રીકલ ઓડીટની વાત આવે ત્યારે ખાનગી કોન્ટ્રાકટરો પાસે ઈલેક્ટ્રીકલ ઓડીટનું એનઓસી લઇ લેવા જે તે આસામીને જણાવે છે, તેવું સુત્રો જણાવે છે, (હા નિયમ હોય તો કોન્ટ્રાકટર નું પણ ચાલે) પણ કોઈ ખાનગી કોન્ટ્રાકટર આવું એનઓસી આપે તે કેટલું યોગ્ય...? આવો સવાલ જાણકારો કરે છે. અને આવા કારણોસર જ ઇલેક્ટ્રિક શોર્ટશર્કટના બનાવો બને છે તેમ પણ આ ક્ષેત્રના જાણકારો કહે છે,

કેટલાક સુમાહિતગાર સુત્રો તો ત્યાં સુધી જણાવે છે કે કોઈપણ ઈમારત જે મોટી એટલે કે હાઈરાઈઝ હોય તેમાં હોસ્પિટલ કે કોમર્શીયલ કે રેસીડેન્સ બિલ્ડીંગ, શાળા કોલેજો, કોર્પોરેટ હાઉસ વગેરે નિર્માણ પામે તેમાં મીટર લાગે તે પહેલા વીજવિભાગ અને મીટર લાગી ચુક્યા બાદ વિદ્યુત નિરીક્ષક કચેરીની જવાબદારીઓ ફિક્સ થયેલી છે, છતાં પણ તેમાં કયાંક ને ક્યાંક બેદરકારીઓ સામે આવતી હોવાનું નિષ્ણાતોનું તારણ છે, ઉપરાંત હોસ્પીટલની સ્ટ્રક્ચર સ્ટેબલીટી યોગ્ય હોય પણ અંદર ના રાખવા જોઈતા પરદાઓના કાપડો, અમુક ખાસ પ્રકારના સોફાઓ, ખાસ પ્રકારના પાર્ટીશનો વગેરે હોય છે, જેને કારણે સામાન્ય તણખાઓ ઝરી જાય તો પણ આગ વિકરાળ સ્વરૂપ લેતા વાર નથી લાગતી અને કેટલાય લોકો જે નિર્દોષ છે. તેને પોતાની જિંદગી ગુમાવવાનો વારો આવે છે.

આમ ફાયર સેફટી અને ફાયર એનઓસીની જેટલી જરૂરિયાત એક ઈમારત પછી તેમાં રેસીડેન્સ, કોમર્શીયલ કે પછી હોસ્પિટલ, શાળા કોલેજ કોઈપણ હોય તેના માટે એટલી જ જરૂરિયાત ઈલેક્ટ્રીકલ સેફ્ટીના પોઈન્ટ ઓફ વ્યુ થી પણ છે અને ઈલેક્ટ્રીકલ સેફટી ઓડીટ કરવાનું હોય છે, પણ આ મોટો અભાવ આગની ઘટનાઓમાં સામે આવે છે, જે ચિંતાજનક છે.

- ઇલેક્ટ્રિક સેફટી એનઓસી મેળવવા સમયે શું ચેક કરવામાં આવે છે.

વપરાશનો કુલ એરિયા (ચો.મી), મંજુર થયેલ વીજ ભાર, જોડેલા લોડની વિગત ELCBની વિગત

ઈલે.બલ્બ/ટ્યુબ લાઈટ, પંખા, ઈલે.ગીઝર/હીટર, એર કંડીશન, હેલોઝન, વોટર કુલર, 5 એમ્પીયર પ્લગ, 15 એમ્પીયર પ્લગ, કોમ્પ્યુટર/ટીવી, વોશિંગ મશીન, અન્ય (કેટલા છે અને કેટલા વોટના છે તે તપાસવામાં આવે છે)

મેઈન સપ્લાયમાં લગાયેલ ELCBની વિગત, મેઈન સપ્લાયમાં લગાયેલ સ્વીચની વિગત, અર્થીગની વિગત અને પરિણામ, વાયરીંગના મેગરીગનું વેલ્યુ

ઉપરોક્ત તમામ બાબતોનું બારીકાઇથી નિરીક્ષણ કર્યા બાદ ઈલેક્ટ્રીકલ એનઓસી મેળવવા માટે એક બાહેંધરી પણ લેવામાં આવે છે, જેમાં લખાવવામાં આવે છે કે અમારા દ્વારા વીજ સ્થાપનની તમામ વિગતો સાચી છે. અને અમારા વીજ સ્થાપના વપરાશમાં લીધેલ સ્વીચો, સ્વીચગીયર તથા કેબલ ISI સ્ટાન્ડર્ડ પ્રમાને સ્થાપિત કરવામાં આવેલ છે. તેમજ તેમાં લગાડેલ ELCB તથા MCB ને કોઈપણ જાતની બાયપાસ કરીશ નહી અને અમારા વીજ સ્થાપનમાં કોઈપણ જાતના વીજ ભારમાં ફેરફાર કરીશ નહિ અને જો ફેરફાર કરવાની જરૂરિયાત હશે તો તેની જાણ અગાઉથી વીજ કંપની તથા ફાયર અધિકારીને કરીશ, તેની હું આ બાંહેધરી આપું છે. તેવી બાહેંધરી પણ લેવામાં આવે છે.

- શું કહે છે ઈલેક્ટ્રીકલ ઇન્સ્પેકટર મનોજ હાંસલિયા

આ અંગે "માયસમાચાર" દ્વારા રાજકોટ સ્થિત વિદ્યુત નિરીક્ષક કચેરીના ઈલેક્ટ્રીકલ ઇન્સ્પેકટર મનોજ હાંસલિયાની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે અમારે તો માત્ર 15 મીટરથી ઉપરની ઈમારત હોય તો જ ફાયર સેફટી ઓડીટ માત્ર એક વખત કરવાનું હોય છે..તો સાહેબના આ જવાબનો મતલબ એવો ગણી શકાય કે 15 મીટરથી નીચેની ઈમારત હોય તો તેમાં અકસ્માત થાય તો આ વિભાગની કોઈ જવાબદારી રહેતી નથી...

- ફાયર NOC રીન્યુ થાય તો ઇલેક્ટ્રિક સેફટી ઓડીટ શા માટે વારંવાર નહી..?

તાજેતરમાં જ જે રીતે સરકારે જાહેર કર્યું કે ફાયર NOC સમયાંતરે રીન્યુ થતા રહેવા જોઈએ સારી બાબત છે, તે જ રીતે મોટી ઇમારતો કે પછી હોસ્પિટલ સેવા સવેદનશીલ સ્થળોએ વારંવાર ફાયર સેફટી ઓડીટ થતું રહે તો જાણકારોના માટે શોર્ટશર્કીટથી થતા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો આવે તેમ છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: My Samachar Gujarati
Top