Mysamachar.in-જામનગર:
મુસાફરોની સુરક્ષા તેમજ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશનના હેતુથી હાપા રેલવે સ્ટેશન પર 05 ઓગસ્ટ, 2026ના રોજ 16:00 કલાકે થી 07 ઓગસ્ટ, 2026ના રોજ 08:00 કલાક સુધી નોન-ઇન્ટરલોકિંગ કામગીરી કરવામાં આવશે. જેના પરિણામે નીચે મુજબની કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યુ હતું કે આ કામગીરીના કારણે નીચે મુજબની રેલગાડીઓના સંચાલનમાં અસ્થાયી ફેરફાર રહેશે-
1) ટ્રેન નંબર 19577 તિરુનેલવેલી-જામનગર એક્સપ્રેસ, જેનું પ્રસ્થાન તિરુનેલવેલીથી 03 ઓગસ્ટ, 2026ના રોજ થશે, તે 05 ઓગસ્ટ, 2026ના રોજ રાજકોટ સ્ટેશન પર અંશતઃ સમાપ્ત થશે. પરિણામે આ ટ્રેન રાજકોટ-જામનગર સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે.
2) ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ, જેનું પ્રસ્થાન 05 ઓગસ્ટ, 2026ના રોજ નિર્ધારિત છે, તે રાજકોટ કોચિંગ ડિપો ખાતે પ્રાથમિક મેન્ટેનન્સ (Primary Maintenance) બાદ રાત્રે 23:00 કલાકે રાજકોટ સ્ટેશનથી અંશતઃ પ્રારંભ થશે. પરિણામે આ ટ્રેન હાપા-રાજકોટ સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે.
3) ટ્રેન નંબર 19577 તિરુનેલવેલી-જામનગર એક્સપ્રેસ, જેનું પ્રસ્થાન તિરુનેલવેલીથી 04 ઓગસ્ટ, 2026ના રોજ થશે, તે 06 ઓગસ્ટ, 2026ના રોજ રાજકોટ સ્ટેશન પર અંશતઃ સમાપ્ત થશે. પરિણામે આ ટ્રેન રાજકોટ-જામનગર સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે.
4) ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ, જે 06 ઓગસ્ટ, 2026ના રોજ જામનગરથી પ્રસ્થાન કરશે, તે રાજકોટ કોચિંગ ડિપો ખાતે પ્રાથમિક મેન્ટેનન્સ (Primary Maintenance) બાદ રાત્રે 23:00 કલાકે રાજકોટ સ્ટેશનથી અંશતઃ પ્રારંભ થશે. પરિણામે આ ટ્રેન જામનગર-રાજકોટ સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે.
5) ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસ, જેનું પ્રસ્થાન 05 ઓગસ્ટ, 2026ના રોજ થશે, તે 06 ઓગસ્ટ, 2026ના રોજ રાજકોટ સ્ટેશન પર અંશતઃ સમાપ્ત થશે. પરિણામે આ ટ્રેન રાજકોટ-હાપા સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે.
6) ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ, જે 06 ઓગસ્ટ, 2026ના રોજ હાપાથી પ્રસ્થાન કરશે, તે રાત્રે 21:20 કલાકે રાજકોટ સ્ટેશનથી અંશતઃ પ્રારંભ થશે. પરિણામે આ ટ્રેન હાપા-રાજકોટ સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે.

