Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જીલ્લામાં ગતરોજ વરસાદી માહોલ યથાવત રહ્યો પણ નોંધપાત્ર કહી શકાય તેવી મેઘમહેર માત્ર બે તાલુકાઓ જામજોધપુર અને કાલાવડમાં જ જોવા મળી..આ બન્ને શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારો પાણી પાણી થઇ ગયા…આજે સવારે 6 કલાકે પૂર્ણ થતા ચોવીસ કલાક દરમિયાન તાલુકા મથકના વરસાદના આંકડાઓ જોડીયામાં 1 ઇંચ, કાલાવડમાં અડધો ઇંચ, લાલપુરમાં પોણો ઇંચ તો જામજોધપુરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે.
તો ગ્રામીણ વિસ્તારોના PHC સેન્ટરોમાં નોંધાયેલ આંકડાઓ પર નજર કરવામાં આવે તો…કાલાવડના નવાગામમાં 4 ઇંચ, મોટા પાંચ્દેવડામાં 1 ઇંચ વરસાદ તો જામજોધપુર તાલુકાના સમાણા અને શેઠવડાળામાં 3 ઇંચ, જામવાડીમાં 4 ઇંચ, વાંસજાળિયામાં સાડા ચાર ઇંચ, ધુનડામાં સવા ઇંચ, ધ્રાફા અને પરડવામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયાનું સામે આવ્યું છે.

