Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશન બિલ પસાર હવે વિલંબિત નોંધણી થશે તો.

જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશન બિલ પસાર હવે વિલંબિત નોંધણી થશે તો.

My Samachar 3 months ago

Mysamachar.in-

રાજ્યસભામાં મંગળવારે 'જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશન (સંશોધન) બિલ 2026' ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું છે. આ પહેલા 31 જુલાઈના રોજ આ બિલ લોકસભામાં પણ મંજૂર થઈ ચૂક્યું હતું નવા સુધારા બિલ મુજબ, જો જન્મ અથવા મૃત્યુની નોંધણી એક વર્ષથી વધુ અને બે વર્ષ સુધીના વિલંબ બાદ કરવામાં આવે તો જિલ્લા મેજિસ્ટ્રેટ , સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અથવા તેમના દ્વારા નિયુક્ત અધિકારીની મંજૂરી જરૂરી રહેશે.

જ્યારે બે વર્ષથી વધુ સમય બાદ નોંધણી કરાવવા માટે હવે ન્યાયિક મેજિસ્ટ્રેટના આદેશની જરૂર પડશે.

સરકારનું કહેવું છે કે દરેક બાળકનો જન્મ સમયસર નોંધાય તે જરૂરી છે, કારણ કે આ રેકોર્ડના આધારે શિક્ષણ, ઓળખ, સરકારી યોજનાઓ અને અન્ય કાયદેસરના અધિકારો મેળવવામાં મદદ મળે છે. તેવી જ રીતે મૃત્યુનો યોગ્ય રેકોર્ડ પણ વહીવટી અને કાનૂની પ્રક્રિયાઓ માટે મહત્વપૂર્ણ છે. ચર્ચા દરમિયાન ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ દેશમાં જન્મ અને મૃત્યુના તમામ રેકોર્ડને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો છે. તેમણે કહ્યું કે યોગ્ય નોંધણી વ્યવસ્થાથી ખોટા રેકોર્ડ અને ગેરરીતિઓને રોકવામાં મદદ મળશે. આ બિલ દ્વારા 'જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશન અધિનિયમ, 1969'ના નિયમોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: My Samachar Gujarati