Thursday, 26 Nov, 6.09 pm My Samachar

હોમ
કાલાવડ નજીક કારે બાઈકને ટક્કર મારતા 2 ના મોત

Mysamachar.in-જામનગર

આજે જામનગર જીલ્લાના કાલાવડ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે લોકોના મૃત્યુ નીપજ્યા છે. કાલાવડથી જુનાગઢ તરફ જઈ રહેલી એક કારે સામેથી આવી રહેલા બાઈકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને બાઈક સવાર બંને લોકોના બનાવના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ફગાસ ગામમાં રહેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કાલાવડ તાલુકા રીનારી ગામમાં જ રહેતા અમરસિંહ રાઠોડ નામના તેના મિત્ર સાથે મોટર સાયકલમાં પાછળ બેસીને કાલાવડ તરફ સવારે જઈ રહ્યા હતા.

જે દરમિયાન દસેક વાગ્યાના અરસામાં કાલાવડ ગૌશાળા નજીક પહોંચતા સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી રાજકોટ પાસીંગની GJ-03-FK-0348 નંબરના કારના ચાલકે ટક્કર મારી દેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક અને કાર બંને ધડાકાભેર અથડાઈને રોડથી નીચે ઉતરીને બાવળની ઝાડીમાં પડી ગયા હતા.જે અકસ્માતમાં બંને બાઈક સવારનું ગંભીર ઈજા થવાના કારણે સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. બનાવ બાદ કાલાવડ પોલીસ ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને બંને મૃતદેહોનો કબજો સંભાળી અને કારચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: My Samachar Gujarati
Top