Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કાનાલુસ ગામે ઓરડીમાથી મળ્યો ગાંજોનો જથ્થો

કાનાલુસ ગામે ઓરડીમાથી મળ્યો ગાંજોનો જથ્થો

My Samachar 3 days ago

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એ.એલ.બારસીયાની રાહબરી હેઠળ મેઘપર (પડાણા) પોલીસ મથકના માણસો પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે "અજીતસિંહ યાદવ, વેદપ્રકાશ મિશ્રા અને વિશાલગીરી એ ત્રણેય જણા કાનાલુશ ગામમા પોસ્ટ ઓફીસની આગળની શેરીમા આવેલ ગોપાલ પ્રાગજીભાઈ ગોહીલની ઓરડીઓ પૈકી ઓરડી નંબર-૪ કે જેમાં આ અજીતસિંહ યાદવ ભાડેથી રહે છે, તે ઓરડીમાં ગાંજાના જથ્થા સાથે હાજર છે.

અને તેઓ ત્રણેય જણા સાથે મળી આ ગાંજાનુ વેચાણ કરવાની પેરવીમા છે.

જે બાતમી આધારે રેઈડ કરતા અજીતસિંહ સુરેન્દ્રસિંહ યાદવ વેદપ્રકાશ પ્રમોદકુમાર મીશ્રા અને વિશાલ કુમાર સુરેન્દ્રગીરી એ ત્રણેય ઈસમોને વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો કુલ વજન 1 કિલો 795 ગ્રામ કી.રૂ. 89750 તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂા.104750ના મુદ્દામાલ સાથે પકડેલ છે અને ત્રણેય ઈસમ તેમજ આ માદક પદાર્થ ગાંજો સપ્લાઈ કરનાર પકડવાનો બાકી આરોપી અરૂણકુમાર રહે.ઓડીશા તથા એક અજાણ્યા ઈસમ વિરૂધ્ધ એ.એસ.આઈ. મહીપાલસિંહ એલ. જાડેજા એ ધોરણસર ફરિયાદ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

આ કાર્યવાહી મેઘપર (પડાણા) પો.સ્ટે.ના પોલીસ ઈન્સપેકટર એ.એલ.બારસીયા તથા ASI મહીપાલસિંહ જાડેજા, HC લાખનસિંહ જાડેજા, HC ધર્મેન્દ્રસિંહ ઝાલા, PC વિક્રમસિંહ જાડેજા, PC મહાવિરસિંહ વાઘેલા, PC સલીમભાઈ મલેક, PC મહેશભાઈ જોગલ, PC નિર્મળસિંહ જાડેજા, PC કુલદિપસિંહ પરમાર, PC પ્રદિપસિંહ જેઠવા વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: My Samachar Gujarati