Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મનપાનો આસિસ્ટન્ટ ઇજનેર અને પોલીસકર્મી લાંચના છટકામાં ઝડપાઈ ગયા

મનપાનો આસિસ્ટન્ટ ઇજનેર અને પોલીસકર્મી લાંચના છટકામાં ઝડપાઈ ગયા

My Samachar 5 days ago

Mysamachar.in-સુરત:વલસાડ:

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી એન્ટી કરપ્શન બ્યુરોએ સપાટો બોલાવી અને અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ કર્મચારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવી રહ્યા છે, આવા જ વધુ બે કિસ્સા સામે આવ્યા છે.જેમાં એક બે પોલીસકર્મીઓ તો મનપાનો એક આસિસ્ટન્ટ ઇજનેર પણ છટકામાં આવી ગયો છે.

પ્રથમ સુરતની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકામાંથી ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમાં ઉધના ઝોન ઓફિસમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ નટવરલાલ મોદી એન્ટી કરપ્શન બ્યુરોના હાથે લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.

મળતી માહિતી મુજબ એક ફરિયાદીએ સુરતના ઉધના ઝોન વિસ્તારમાં પાણીની લાઇન નાખવાનું સરકારી કામ કર્યું હતું.આ કામ પૂર્ણ થયા બાદ તેના બિલના નાણાં મંજૂર કરવાના બદલામાં આસિસ્ટન્ટ એન્જિનિયર જીજ્ઞેશ મોદીએ 50 હજારની લાંચની માંગણી કરી હતી.જોકે,ફરિયાદી સાથે લાંબી રકઝક અને વાટાઘાટો થયા બાદ આખરે લાંચની રકમ 45 હજાર નક્કી કરવામાં આવી હતી.

ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે ACBનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવીને આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ મોદીને લાંચ સ્વીકારતા રંગેહાથ દબોચી લીધા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે લાંચનો બીજો કેસ વલસાડ જીલ્લામાં સામે આવ્યો છે જ્યાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રેપ ગોઠવી એક પોલીસકર્મી=-ને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. જયારે એક પકડવા પર બાકી છે. પ્રોહિબિશનના કેસમાં આરોપીને હેરાન ન કરવા અને લોકઅપમાં ન મૂકવાના બહાને ₹5,000ની લાંચ માંગવામાં આવી હતી.

આ કેસમાં ધરમપુર પોલીસ સ્ટેશન હેઠળની પંગારબારી આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા ASI કિશોરભાઈ મનુભાઈ ગાંવિત અને પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ યશવંતભાઈ ભોયા સામે ACBએ ગુનો નોંધ્યો છે.

ફરીયાદીના જણાવ્યા મુજબ, અગાઉ તેમના વિરુદ્ધ ધરમપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. તે સમયે અટકાયત દરમિયાન લોકઅપમાં ન મૂકવા અને ભવિષ્યમાં કોઈ હેરાનગતિ ન કરવા બદલ ASI કિશોરભાઈએ ₹15,000ની લાંચની માંગણી કરી હતી.વાટાઘાટોના અંતે ₹8,000 આપવાનું નક્કી થયું હતું, જેમાંથી ફરિયાદીએ અગાઉ ₹3,000 ચૂકવી દીધા હતા.

બાકીના ₹5,000ની લાંચ આપવાની ઈચ્છા ન હોવાથી ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો.ફરિયાદીની અરજીના આધારે ACBની ટીમે ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન, ફરિયાદીએ ASI કિશોરભાઈનો મોબાઈલ પર સંપર્ક કર્યો હતો.કિશોરભાઈના કહેવા મુજબ, પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ભોયા ધરમપુર પોલીસ સ્ટેશનની બહાર જાહેર રોડ પર આવ્યા અને ₹5,000ની લાંચ સ્વીકારી.લાંચની રકમ સ્વીકારતાની સાથે જ ACBની ટીમે કોન્સ્ટેબલ રમેશભાઈને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.જોકે, ASI કિશોરભાઈને કાર્યવાહી અંગે શંકા જતાં તેઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ACBએ બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: My Samachar Gujarati