Mysamachar.in-ગાંધીનગર:
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને ચર્ચાયેલા વિવિધ મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઉપલબ્ધ પેટ્રોલ અને ડીઝલના જથ્થાની સમીક્ષા કરી મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે, રાજ્યમાં દરરોજ કંટ્રોલ રૂમ દ્વારા પેટ્રોલ-ડીઝલના જથ્થાનું મોનિટરિંગ કરવામાં આવે અને જરૂરિયાત મુજબ તેની સપ્લાય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.

