હોમ
રાજ્યમાં 5 દિવસ કોલ્ડવેવની હવામાન વિભાગે કરી આગાહી, ક્યાં રહેશે સૌથી વધુ અસર.?

Mysamachar.in-અમદાવાદ
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી જાણે શીયાળાએ બરોબરની મોસમ પકડી હોય તેમ લોકો ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છે, એવામાં આગામી 5 દિવસ ઠંડીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આગામી દિવસોમાં ઠંડી હજી આકરી બની શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આકરી ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાંચ દિવસની કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર કકડતી ઠંડીનો અહેસાસ વર્તાઈ રહ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
નલિયામાં સૌથી ઓછુ 3 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ રાજ્યમાં ભારે કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. તેમાં પણ કચ્છ-સૌરાષ્ટ્ર, પોરબંદર, ભાવનગરમાં ઠંડા પવનો ફૂંકાશે. જેથી આગામી 5 દિવસ હજુ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં કડકડતી ઠંડી પડી શકે છે.