Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશન માટે ચુંટાઇને પાંચ વર્ષ માટે નગરસેવક તરીકે રહેલા જુદા-જુદા કોર્પોરેટરોની મુદત પુરી થતા તેમના કામના વર્તનના વ્યવહારોના લેખાજોખા થાય એ સ્વાભાવિક છે, ત્યારે આશ્ર્ચર્યકારક રીતે તેમજ પક્ષએ જે બાબતે ચિંતન મનન કરવુ પડે તે રીતે અમુક જુજ નગરસેવકો કાયમ લાગવગ લગાવતા રહ્યા તેમાંથી જ ઉંચા ન આવ્યા તો ઘણા વખતો વખત પોતાની ફરજ ભુલ્યા તો વળી અમુકની તો સમાજમાય વેલ્યુ નથી રહી માત્ર દેખાવ પુરતુ જવુ પડે માટે આવન જાવન કરી જે સમીક્ષકોનો સર્વે છે તેની સામે નોંધપાત્ર બાબત એ પણ છે કે અમુક કોર્પોરેટરોના રિસ્પેક્ટ નોંધપાત્ર પણ રહ્યાના દાખલાઓ જાણવા મળ્યા છે,
સામાન્ય રીતે જોઇએ ચોક્કસ રીતે આપણો પરિવાર આપણો વિસ્તાર આપણો સમાજ પ્રથમ હોય પરંતુ તે માટે વ્યક્તિગત શક્તિ નાણા સાધનો વ્યક્તિગત કામ સેવા વગેરે સહાય કરાય બાકી પ્રજા પ્રતિનિધી તરીકે તો દરેક નાગરીક સમાન હોવા જોઇએ તેમ નાગરીકો જણાવે છે, કેમકે સમગ્ર વોર્ડના વિસ્તારની જવાબદારી હોવા છતા અનેક જુદા-જુદા કારણોસર કોને ખબર શા માટે અમુક નગરસેવકો એ સાવ છતા થઇ જાય તેમ પોતાની શેરીઓ કે પોતાના સગા સ્નેહી કે પોતાના જ સિમિત વિસ્તાર પોતાના સમાજ પુરતી જ કાળજી લીધી અને બીજા વિસ્તારો કે સમાજપ્રત્યે લક્ષ ન આપતા એ નાગરીકો એ વિસ્તારો નાના મોટા કામ અને સુવિધાઓથી વંચિત રહયા હોવાનુ શહેરમા જુદા-જુદા વિસ્તારોમાંથી જાણવા મળ્યુ છે,
ત્યારે દેખીતુ છે કે આવુ બન્યુ હોય તે નાગરીકો ભુલી શકે નહી તે સ્વાભાવિક છે, ખરેખર એના બદલે સમગ્ર વોર્ડને સંતુલિત રીતે પોતાનો જ વિસ્તાર પોતાની જવાબદારી ગણી હોય તો લોકોના માન સન્માન મળ્યા હોય તેવુ બને પરંતુ દરેક પ્રતિનિધી આ બાબતે ગંભીરતા ન લઇ શકતા અમુક ચુંટાયેલા પ્રતિનિધી સંતુલિત અભિગમ રાખી શક્યા હતા તેમ ચર્ચાઓ થાય છે.

