Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક, વિવિધ વિભાગોની કુલ 101 જેટલી યોજનાઓની સમિક્ષા

સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક, વિવિધ વિભાગોની કુલ 101 જેટલી યોજનાઓની સમિક્ષા

My Samachar 1 week ago

Mysamachar.in-જામનગર:

જામનગર સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની વિભાગવાર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. પદાધિકારીઓ, લોકપ્રતિનિધિઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિકાસકાર્યો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન રેલવે વિભાગ, ગ્રામ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયતી રાજ, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આવાસ અને શહેરી બાબતો, જળ સંસાધન, પીવાના પાણી અને સ્વચ્છતા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ, પશુપાલન અને ડેરી વિકાસ, માર્ગ પરિવહન, વન વિભાગ, સહિતના કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની કુલ ૧૦૧ જેટલી જનકલ્યાણકારી યોજનાઓની અમલીકરણ સ્થિતિ, ભૌતિક અને નાણાકીય પ્રગતિ, લાભાર્થીઓને મળતા લાભો તથા બાકી રહેલા પ્રશ્નોની વિભાગવાર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓએ પ્રેઝન્ટેશનના માધ્યમથી યોજનાઓની વર્તમાન સ્થિતિ, સિદ્ધિઓ તેમજ આગામી કાર્યયોજનાની વિગતવાર માહિતી રજૂ કરી હતી.

જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાએ બેઠકમાં ઉપસ્થિત તમામ વિભાગોને કેન્દ્ર સરકારની યોજનાઓના વધુ અસરકારક અમલીકરણ દ્વારા જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસને ગતિ આપવા માટે સંકલિત પ્રયાસો ચાલુ રાખવા તેમજ સાંસદ દ્વારા સૂચવવામાં આવેલા કામો હકારાત્મક દિશામાં પૂર્ણ કરવા લગત વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું. બેઠકમાં કલેકટર, ડીડીઓ, એસપી, સહિત જીલ્લાના તમામ વિવિધ વિભાગના અધિકારીઓ, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

-સાંસદ પૂનમબેન માડમે બેઠક દરમિયાન અધિકારીઓને સૂચના આપી હતી કે

કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી સમયસર અને પારદર્શક રીતે પહોંચે તે માટે વધુ અસરકારક કામગીરી કરવામાં આવે. તેમણે યોજનાઓના અમલીકરણમાં ગુણવત્તા જળવાય, બાકી રહેલા પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અને કામગીરીમાં વિભાગો વચ્ચે વધુ સારું સંકલન જળવાય તે માટે ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સમયમર્યાદામાં તેનો હકારાત્મક નિકાલ કરવામાં આવે, તેમજ વિકાસકાર્યોમાં કોઈ પ્રકારની બેદરકારી ન રહે તેની ખાતરી કરવામાં આવે. લાભાર્થીઓને યોજનાઓની પૂરતી માહિતી મળે અને તેમને સરળતાથી લાભ મળી રહે તે માટે જનજાગૃતિ વધારવા પણ સૂચના આપી હતી.

બેઠક દરમિયાન જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોથી ઉપસ્થિત લોકપ્રતિનિધિઓએ તેમના વિસ્તારોને લગતા વિકાસલક્ષી પ્રશ્નો, લોકહિતની રજૂઆતો અને યોજનાઓના અમલીકરણ અંગેની રજૂઆતો સાંસદ સમક્ષ કરી હતી. સાંસદએ તમામ રજૂઆતોને ગંભીરતાથી સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓને પ્રશ્નોનો યોગ્ય અને સમયબદ્ધ નિકાલ લાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.અમલી વિવિધ યોજનાઓ સહિતની કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની અમલીકરણ સ્થિતિ, ભૌતિક અને નાણાકીય પ્રગતિ, લાભાર્થીઓને મળતા લાભો તથા બાકી રહેલા પ્રશ્નોની વિભાગવાર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: My Samachar Gujarati