હોમ
સસ્તા અનાજના દુકાનદારો દ્વારા રેશનકાર્ડમાં કરવામાં આવતી એન્ટ્રી વાંચી આપે તેને આપવું પડે ઇનામ..! પુરવઠા ઇન્સ્પેક્ટરો જોતા જ નહી હોય.?

Mysamachar.in-જામનગર
જામનગર શહેર તેમજ જિલ્લાના રેશનવોર્ડની કામગીરી જાણવાની અવિરત ઝુંબેશ mysamachar.in દ્વારા હાથ ધરાઇ છે, તેમા એક એવી પણ બાબત સામે આવી છે કે રાશનકાર્ડમા દુકાનદારે લખેલુ કોઇ વાંચી દે તો ઇનામ આપવુ પડે તેવા સંજોગો સર્જાયા છે, જાણકારોના મતે કેટલો જથ્થો આપ્યો તે નક્કી ન થાય માટે અક્ષર ગડબડ અને માત્ર જાણે લીટો જ કર્યો તેવા કરાય છે, એ પણ નવુ કારસ્તાન છે, અને સાહેબોની દયા સિવાય તો ના જ થતું હોય..? આ કારસ્તાન આમ તો ઘણા સમયથી ચાલે જ છે તો શુ પુરવઠા ઇન્સ્પેક્ટરો આ બાબત નહી જોતા હોય? (હા જુએ પણ ક્યાંથી જયારે કોઈ જગ્યાએ તપાસો જ નથી થતી અને થાય છે ત્યાં માત્ર રીકવેસ્ટ રેડ જેવું જ.... કેટલાક કિસ્સાઓમાં પુરવઠા ઇન્સ્પેકટર સહિતનાઓ તસ્દીના લેવી પડે તે માટે સસ્તા અનાજના કેટલાક દુકાનદારોને વિઝીટ બુક સહિતનું સાહિત્ય લઇ પુરવઠા કચેરીએ બોલાવવામાં આવે છે અને ત્યાં બધું બરોબર છે તેવું પ્રમાણિત કરી દેવાતું હોવાનું પણ આધારભૂત સુત્રો કહે છે)
વધુમાં લોકો કહે છે કે રેશનકાર્ડમાં કોઈ વાંચી આપી કે કેટલા કિલો અનાજ આપ્યુ તે પરમીટમાં લખ્યું છે. તો ઓપન ચેલેન્જ અને તેને ઇનામ આપવુ છે, જાણવા મળતી વિગતો મુજબ સ્ટોકમાં ગોટાળા કરવા માટે આવુ દુકાનદારો કરે છે માટે જ આડેધડ લખે છે માટે કોઈ ગમે તેટલુ ભણેલુ હોય તે પણ કેટલા કિલો અનાજ ગ્રાહકને આપ્યું છે? તે લખાણ વાંચી બતાવે તો તે ઇનામ મેળવવા પાત્ર છે, તેવું પણ મજાકમાં કેટલાક જાણકારો ચર્ચાઓ કરતા હોય છે, ખરેખર સસ્તા અનાજના દુકાનદારોને જો ખોટું નથી જ કરવું તો સુવાચ્ય અક્ષરમાં લખવામાં શું વાંધો? આ તો ગ્રાહક શું દુકાનદારને પોતાને જ સમજાય તે રીતે જ ગડબડ ગોટો લખી નાખવામાં આવે છે જોકે ઘણી વખત માત્ર લીટો જ કરે છે તો શુ સમજવુ તે એક કોયડો છે,
પુરવઠા નિરીક્ષકો જેની સમયાંતરે ચેક કરવાની જવાબદારી છે તેને આ ગરબડ ગોટા ધ્યાને કેમ ના આવ્યા? તે સૌથી મોટો સવાલ છે કે પછી મિલીભગત હોય એટલે બધું ચાલે છે તે પણ સવાલ છે ને? પુરવઠા કચેરી કેમ સુવાચ્ય લખવાની ફરજ પાડતી નથી? ગ્રાહકો છેતરાય તેવુ બને છે. તો પણ પુરવઠાવાળા ચલાવી છે અને ચલાવવુય પડે કેમકે તેના હર્યાભર્યા કારણ છે, તેમ આધારભૂત સુત્રોએ માહિતી આપતા ઉમેર્યુ છે.