Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સિક્કામાં કેટલાય લોકોએ બમણું વળતર મેળવવાની લાલચમાં..

સિક્કામાં કેટલાય લોકોએ બમણું વળતર મેળવવાની લાલચમાં..

My Samachar 6 days ago

Mysamachar.in-જામનગર:

હેવાય છે ને કે લાલચ બુરી બલા છે અને એકના વધુ મેળવવા અને અસુરક્ષિત જગ્યાએ રોકાણ કરવાની અંતે રોવાનો જ વારો આવે છે,. આવી જ એક ઘટના જામનગર જીલ્લાના સિક્કા પંથકમાં બની છે જ્યાં 100 જેટલા લોકો સાથે અંદાજે 5 કરોડથી વધુનું કરી ભાઈ છુમંતર થઇ ગયાનો મામલો સિક્કા પોલીસે નોંધ્યા બાદ રેકોર્ડ પરની વિગતો એવી છે કે

રોકાણ કરેલી રકમ બમણી કરી આપવાની લાલચ આપી અંદાજે 100થીવધુ લોકો પાસેથી આશરે રૂ.5 કરોડની રકમ મેળવી લીધાની વિગતો જાહેર થઇ છે.જેમાંથી હપ્તા પેટે અમુક વ્યક્તિઓને રૂપિયા આપ્યા બાદ બીજી રકમ ભેગી કરી આરોપી માયા સંકેલી ગામ છોડી ફરાર થઈ જતા 12 લાખની રકમ ગુમાવનાર સિક્કાના કરીયાણા વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઈ છે.

સિક્કાના નાઝ સિનેમા પાછળ રહેતા અને કરીયાણાની દુકાન ચલાવતા સકલેન હસનભાઈ કક્કલ જેમના પર આરોપ મુક્યો છે તે આરોપી અસગર ગફાર પીરજાદા સામે નોંધાવેલી ફરિયાદ અનુસાર, આશરે ચાર મહિના પહેલાં લગ્ન પ્રસંગે તેની મુલાકાત અગાઉ સિક્કામાં તેની બાજુમાં રહેતા અને હાલ પંચવટી વિસ્તારમાં રહેતા અસગર ગફાર પીરજાદા સાથે થઈ હતી.

આ દરમિયાન અસગરે પોતે છેલ્લા બે-અઢી વર્ષથી અલગ-અલગ સ્કીમો ચલાવતો હોવાનું જણાવી એક મહિના માટે રૂ. 3 લાખનું રોકાણ કરનારને રૂ.6 લાખ પરત આપવાની વાત કરી હતી.વધુમાં અસગરે પોતે શિપિંગ કંપનીમાં કામ કરતો હોવાથી બહાર સંપર્ક હોવાના નામે આંબા આંબલી બતાવી સિગારેટના ઇમ્પોર્ટ-એક્સપોર્ટના વ્યવસાયમાં રોકાણની વાત કરી રોકાણ બાદ રૂપિયા સીધા ડબલ થતા હવાનું જણાવ્યું હતું.ફરિયાદી રકમની રાહ જોતા હતા અને આશરે પંદર દિવસ પહેલાં અસગર ગામ છોડી ચાલ્યો જતા પંથકમાં ચકચાર મચી હતી.

ત્યારબાદ ગામમાં તપાસ કરતાં અસગરે સિક્કાના ઓસમાણભાઈ પીરજાદા તથા તેમના સગા-સંબંધીઓ પાસેથી રૂ.21 લાખ, અલ્તાફ ભાયા તથા તેમના સંબંધીઓ પાસેથી રૂ.9 લાખ અને ફિરોઝ દાઉદ સુંભણીયા તથા તેમના ઓળખીતાઓ પાસેથી આશરે રૂ.88 લાખ સહિત અન્ય 100 થી વધુ લોકો પાસેથી આશરે રૂ.5 કરોડની રકમ મેળવી હોવાનો આરોપ ફરિયાદમાં છે. આરોપીએ વિશ્વાસ કેળવવા માટે અમુક લોકોને હપ્તા પેટે થોડી રકમ પરત આપી હતી. જ્યારે બાકીની રકમ ચૂકવવાની બાકી હતી. બાદમાં અસગર ગામ છોડીને જતો રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જો કે આ સમગ્ર પ્રકરણમાં વધુ કેટલા લોકો પાસેથી કેટલી રકમ લેવામાં આવી હતી તે સહિતના તમામ મુદ્દાઓ પર સિક્કા પોલીસે ગુન્હો નોંધાયા બાદ તપાસ શરુ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: My Samachar Gujarati