Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વિડીયોકોલથી શરુ થયું બ્લેકમેઈલિંગ અને છેક....

વિડીયોકોલથી શરુ થયું બ્લેકમેઈલિંગ અને છેક....

My Samachar 1 day ago

Mysamachar.in-અમદાવાદ:

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવકને ન્યૂડ વીડિયો કોલના નામે બ્લેકમેલ કરી સાયબર ઠગોએ લાખો રૂપિયા યેનકેન પ્રકારે પડાવી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે અંતે પોલીસ સુધી પહોચ્યો છે.. અજાણ્યા નંબર પરથી આવેલા ન્યૂડ વીડિયો કોલ બાદ યુવકનો વીડિયો રેકોર્ડ થયાની ધમકી આપી ઠગોએ પોતાને દિલ્હી સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને યુટ્યુબના અધિકારી તરીકે ઓળખાવ્યા હતા.

પોલીસ કાર્યવાહી અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને અલગ-અલગ તબક્કામાં યુવક પાસેથી કુલ રૂ.49.78 લાખ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યાનું સામે આવ્યું છે. વાડજ વિસ્તારમાં રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવકના ફોન પર વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો. કોલ રિસીવ કરતાં સામે એક યુવતી ન્યૂડ અવસ્થામાં જોવા મળી હતી. યુવકે તરત જ કોલ કટ કરીને નંબર બ્લોક કરી દીધો હતો.જો કે અલગ નંબર પરથી ફોન કરી અને યુવક પાસેથી પૈસા કઢાવવાનો ખેલ શરુ કરવામાં આવ્યો હતો.

ક્યારેક પોલીસ કાર્યવાહીનો ડર બતાવવામાં આવ્યો તો ક્યારેક વીડિયો વાયરલ થઈ જશે અને તેની નોકરી તથા કારકિર્દી બરબાદ થઈ જશે તેવી ધમકી આપવામાં આવી. આ રીતે યુવક પાસેથી વિવિધ બેંક ખાતાઓમાં તબક્કાવાર કુલ રૂ.49.78 લાખ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. આટલી મોટી રકમ મેળવ્યા બાદ પણ ઠગોએ વધુ પૈસાની માગણી ચાલુ રાખી હતી. વારંવાર પૈસાની માગણી થતાં યુવકને સમગ્ર મામલો સાયબર છેતરપિંડીનો હોવાનું સમજાયું હતું. ત્યારબાદ તેણે સાયબર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અલગ-અલગ બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી તેની વિગતો મેળવવામાં આવી રહી છે. સાથે જ આ રકમ ક્યાં સુધી પહોંચી, આરોપીઓની ઓળખ શું છે તે તમામ મુદ્દાઓ પર તપાસ તજવીજ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: My Samachar Gujarati