Dailyhunt
વટવા GIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં ગેસ ગળતરથી કામદારોના મોત, સુપરવાઈઝર અને બે માલિક સામે નોંધાયો ગુનો

વટવા GIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં ગેસ ગળતરથી કામદારોના મોત, સુપરવાઈઝર અને બે માલિક સામે નોંધાયો ગુનો

namaste gujarat 5 years ago

અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં એક કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની.જેમાં 2 કામદારોના મોત થયા છે.  વટવા GIDCમાં આવેલી શક્તિ કેમિકલ કંપનીમાં આ ગેસ ગળતર થયું હતું. વટવા GIDCમાં ફેઝ-1માં ડાઈંગ બનાવતી શક્તિ કેમિકલ કંપની આવેલી છે. ડાઈંગ બનાવવા માટે કંપનીના સુપરવાઈઝરે કારીગરોને વેસલમાં માલ નાખવા કહ્યું હતું. એ સમયે કારીગરોએ સુરક્ષાના સાધનો માગ્યા હતા, પરંતુ સુપરવાઈઝરે કંઇ નુકસાન નહીં થાય, કામ ચાલુ રાખો એવું કહી દીધું હતું.

         

            કારીગરો કામ કરી હતા ત્યારે એક કામદારના હાથમાંથી કેમિકલની થેલી પડી જતાં એક કામદાર વેસલમાં અંદર ઉતર્યો હતો. કેમિકલ ફેલાવા લાગતાં તેને ઝેરી અસર થઈ.

જેથી તેને બચાવવા માટે અન્ય બે કામદારો પણ અંદર ઉતર્યા. ત્રણેય કામદારોને ઝેરી ગેસની અસર થઈ.  જે બાદ ત્રણેય કામદારો બેભાન થઈ જતાં 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. પરંતુ ત્યાં સુધીમાં બે કામદારોના મોત થઈ ચૂક્યા હતા.

જ્યારે અન્ય એક કામદારને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. ઘટના અંગે જાણ થતાં વટવા GIDC પોલીસ શક્તિ કંપની પર પહોંચી અને સુપરવાઈઝર તથા કંપનીના બે માલિક સામે ગુનો નોંધ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: namaste gujarat