Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
1 ડિસેમ્બરથી ગુજરાતમાં રાજ્યવ્યાપી ડ્રગ વિરોધી મેગા ઝુંબેશ! :

1 ડિસેમ્બરથી ગુજરાતમાં રાજ્યવ્યાપી ડ્રગ વિરોધી મેગા ઝુંબેશ! :

1 ડિસેમ્બરથી ગુજરાતમાં રાજ્યવ્યાપી ડ્રગ વિરોધી મેગા ઝુંબેશ! :

By: Nation Gujarat Team20 Nov, 2026

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાયદો-વ્યવસ્થા અને પોલીસ વહીવટની સમીક્ષા કરી; નશીલા પદાર્થોના નેટવર્ક સામે કાર્યવાહી વધુ સઘન બનાવવાની દિશામાં ચર્ચા

Gandhinagar News: ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ વિભાગનો હવાલો સંભાળતા હર્ષ સંઘવીએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ વહીવટ તથા ડ્રગ્સની હેરફેર સામેની કામગીરીની સમીક્ષા કરી હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથેની બેઠકમાં નશીલા પદાર્થોના નેટવર્ક સામે કાર્યવાહી વધુ અસરકારક બનાવવા અને જાહેર સુરક્ષા મજબૂત કરવા પર ભાર મૂકાયો હતો.

1 ડિસેમ્બરથી 1033 હેલ્પલાઇન અને કંટ્રોલ રૂમ શરૂ થશે

ડ્રગ્સ સામેની લડાઈને વધુ અસરકારક બનાવવા 1 ડિસેમ્બરથી ગુજરાતમાં ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1033 અને તેની સાથે જોડાયેલો કંટ્રોલ રૂમ કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 9 નવેમ્બરે અમદાવાદમાં કરી હતી. ડ્રગ્સના વેચાણ કે સેવન અંગે નાગરિકો આ નંબર પર માહિતી આપી શકશે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવાની અને ફરિયાદ મળ્યાના ત્રણ કલાકમાં કાર્યવાહી શરૂ કરવાની વ્યવસ્થા હોવાનું પણ જણાવાયું છે.

નાના પેડલર્સ નહીં, સમગ્ર નેટવર્ક સામે કાર્યવાહી પર ભાર

7 નવેમ્બરે અમદાવાદમાં અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ડ્રગ્સની હેરફેર, સરહદ અને દરિયાઈ સુરક્ષા, સાયબર ગુનાઓ તથા પોલીસ વહીવટ સહિતના મુદ્દાઓની સમીક્ષા થઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે માત્ર નાના પેડલર્સ સામે નહીં, પરંતુ ડ્રગ્સના સમગ્ર નેટવર્ક અને તેના મુખ્ય સૂત્રધારો સામે કાર્યવાહી કરવા તથા ગેરકાયદે કમાણીની નાણાકીય તપાસ કરવા સૂચના આપી હતી.

રાજ્યવ્યાપી અભિયાન માટે ગૃહ વિભાગની સૂચનાઓ

સંદેશના અહેવાલ મુજબ, ગૃહ વિભાગે રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાઓ, પોલીસ કમિશનરો અને સુરક્ષા એજન્સીઓને રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા સૂચનાઓ આપી છે. આ કામગીરીમાં સ્થાનિક પોલીસ, એન્ટી નાર્કોટિક્સ સેલ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એટીએસને જોડવાની વાત પણ અહેવાલમાં કરવામાં આવી છે.

ડ્રગ્સ સામેની આ લડાઈમાં પોલીસની કાર્યવાહી ઉપરાંત નાગરિકો, વાલીઓ અને શિક્ષકોનો સહયોગ પણ મહત્ત્વનો રહેશે. સરકારનો હેતુ માત્ર નશીલા પદાર્થો જપ્ત કરવાનો નહીં, પરંતુ તેના સપ્લાય નેટવર્ક અને મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાનો છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Nation Gujarat