Dailyhunt
1 વાગ્યાના ટકોરે દીદીનું ટાટા ગુડબાય. અમિત શાહે પહેલા જ કરી દીધી બંગાળની ભવિષ્યવાણી

1 વાગ્યાના ટકોરે દીદીનું ટાટા ગુડબાય. અમિત શાહે પહેલા જ કરી દીધી બંગાળની ભવિષ્યવાણી

Amit Shah Viral Video before Bengal Result: પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજના દિવસે ઐતહાસિક વળાંક આવ્યો છે. 4 મે, 2026 ના રોજ બપોરે જેમ ઘડિયાળના કાંટા 12.30 કલાક પર પહોંચ્યા, ત્યારે સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહનો એક જુનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયા પર દોડતો થઈ ગયો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, અમિત શાહે બહુ જ આત્મવિશ્વાસ સાથે બંગાળની ભવિષ્યવાણી કરી હતી.

અમિત શાહે જે કહ્યું, તેવું જ બંગાળના રાજકારણમાં જોવા મળ્યું છે. બંગાળના રાજકીય દંગલમાં કમળ ખીલતા જ અમિતા શાહની ભવિષ્યવાણી ચર્ચામાં આવી ગઈ છે. જોકે, મતની ગણતરી હજી પૂરી નથી થઈ. હજી અડધાથી વધુ વોટની ગણતરી બાકી છે. ત્યારે ગેમે પલટાઈ પણ શકે છે.

શાહની એ ભવિષ્યવાણી વાળો વીડિયો
હકીકતમાં આ કિસ્સો, 22 એપ્રિલ, 2026 નો છે. જ્યારે અમિત શાહે પશ્ચિમ બંગાળના દમદમમાં એક જનસભાને સંબોધન કર્યું હતું. તેઓએ મંચ પરથી જનસંબોધનમાં આજના દિવસની ભવિષ્યવાણી કરી હતી. તેઓએ કહ્યું હતું કે, ભાઈઓ-બહેનો, 4 મેના રોજ સવારે કાઉન્ટિંગ ચાલુ થશે. 8 વાગ્યે બેલેટ બોક્સ ખૂલવાની શરૂઆત થશે. 9 વાગ્યે પહેલો રાઉન્ડ, 10 વાગ્યે બીજો રાઉન્ડ, 1 વાગ્યે કાઉન્ટિંગ પૂરું અને દીદી ટાટા ગુડબાય. આજે જ્યારે વોટની ગણતરી થઈ રહી છે, ત્યારે તેમના નિવેદનનો એક-એક શબ્દ ભાજપના સમર્થકોની વચ્ચે વાયરલ થઈ રહ્યો છે.

ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ
ચૂંટણી પંચના લેટેસ્ટ અપડેટ અનુસાર, પશ્ચિમ બંગાળની કુલ 294 સીટમાંથી અત્યાર સુધી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી 178 સીટ પર મજબૂતાઈથી આગળ ચાલી રહી છે. મમતા બેનરજીની ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ 92 સીટ પર સમેટાઈ જશે તેવું લાગી રહ્યું છે. 178 નો જાદુઈ આંકડો બહમતને પાર પહોંચી ગયો છે. જેનાથી ભાજપા ખેમામાં જશ્નનો માહોલ છવાયો છે. શાહની ભવિષ્યવાણી અને આ આંકડાની વચ્ચે તાલમેલે બંગાળની જનતાને ચોંકાવી દીધા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Nation Gujarat