Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બગોદરા-ધંધુકા રોડ પર ધીંગડા પાસે પાણી ભરાતાં અકસ્માતનો ભય,

બગોદરા-ધંધુકા રોડ પર ધીંગડા પાસે પાણી ભરાતાં અકસ્માતનો ભય,

Bagodara Highway News : બગોદરા-ધંધુકા રોડ પર આવેલા ધીંગડા ગામ નજીક રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે. રસ્તા પર પાણી ભરાયેલા હોવાને કારણે રાત્રિના સમયે રોડ વચ્ચે આવેલું ડિવાઇડર વાહનચાલકોને સ્પષ્ટપણે દેખાતું નથી, જેના લીધે મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા ઊભી થઈ છે. જાહેર જનતાની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ (ટ્રાફિક ડાયવર્ઝન) ની વ્યવસ્થા કરવામાં આવી છે.

વાહનો માટે વૈકલ્પિક માર્ગો અને પોલીસની અપીલ
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી સુચના મુજબ, ધંધુકાથી બગોદરા તરફ જતા વાહનો માટે ગુંદી - અરણેજ માર્ગ પરથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જ્યારે બગોદરાથી ધંધુકા તરફ જતાં વાહનોને અરણેજ - ગુંદી માર્ગ થઈને આગળ ધંધુકા તરફ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને તમામ ભારે વાહનચાલકોને આગામી નવી સૂચના ન મળે ત્યાં સુધી આ વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે અને પોલીસ તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને સહકાર આપવા માટે અપીલ કરાઈ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Nation Gujarat