Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુરત SBI 50 લાખ લૂંટ કેસમાં પોલીસને મહત્વની લીડ મળી:લૂંટારૂઓ 1 મહિનાથી ઉધનામાં નાના રૂમમાં ભાડે રહ્યાં,

સુરત SBI 50 લાખ લૂંટ કેસમાં પોલીસને મહત્વની લીડ મળી:લૂંટારૂઓ 1 મહિનાથી ઉધનામાં નાના રૂમમાં ભાડે રહ્યાં,

સુરતના વરાછા વિસ્તારમાં એલ.એચ. રોડ સ્થિતિ એસબીઆઇ બેંકમાં 27 એપ્રિલ સોમવારે ભરબપોરે હથિયારધારી 7 શખ્સોએ રોકડ 50 લાખની લૂંટ કરી હતી, ત્યારે આ લૂંટ કેસમાં પોલીસને લૂંટારૂઓને પકડવા માટે એક મહત્વની લીડ મળી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, પોલીસ દ્વારા આ ટોકળીને સીસીટીવી ફૂટેજના આધારે ટ્રેક કરતા તેઓ ત્રણ બાઈક પર મોરાભાગળ તરફથી આવતા હોવાનું તથા સરથાણા શ્યામધામથી વાલક જંક્શન થઈ ઉંમરા વેલંજા તરફ જતાં ટ્રેક થયા હતાં.

સીસીટીવી કેમેરાના આધારે પોલીસની તપાસ સાયણ સુધી પહોંચી હતી. જ્યારે અન્ય એક ટીમ સીસીટીવીની ઊલટ તપાસ કરી રહી હતી. આ દરમિયાન એક લીડ મળી હતી કે, આ લૂંટારૂઓ ઉધનાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા હોવાની જાણકારી મળી હતી.

પોલીસે આ મામલે તપાસ કરતા તમામ આરોપીઓ એક નાની રૂમમાં એક સાથે ભાડે રહેતા હતા. છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી અહીં ભાડે રહેતા હતા. આ સાથે જ છેલ્લા 17 દિવસથી વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેંકની રેકી કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ સાથે જ હજારો કિલોમીટર દૂરથી સુરતમાં માત્ર બેંક લૂંટવા આવ્યા હોય તે પ્રકારની પણ શક્યતા હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

શહેર પોલીસની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી આ બેંક રોબરીનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાન્ચનાં પાંચ પીઆઇ અને 10 પીએસઆઇની ટીમ રાઉન્ડ ધી ક્લોક સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ લૂંટારૂઓને ઝડપી પાડવા પોલીસ હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરી CCTV ફૂટેજમાંથી તેમના સ્પષ્ટ ફોટા પણ કાઢ્યા છે. આ ફોટોગ્રાફ ઉત્તર ભારતનાં તમામ રાજ્યોની પોલીસને તેનું સ્કેનિંગ કરવા માટે મોકલી આપ્યા હતા. આ સાથે જ લૂંટારૂઓ બેંક સુધી આવ્યા અને લૂંટ કરી ભાગ્યા તે દિશામાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે.
250થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે જ પોલીસ તપાસમાં કેટલીક મહત્વની લીડ મળી હતી. આ લીડને ફોલો કરતા કરતા પોલીસે લૂંટારૂઓ ક્યાં રોકાયા હતા તે સ્થળ શોધી કાઢ્યું હોવાનું જાણવા મળ્યું છે. લૂંટારૂ ટોળકીના આશ્રયસ્થાન તથા આસપાસમાં કરાયેલી તપાસમાં તેઓની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય એવી મહત્વની કડી પોલીસે મેળવી હોવાની માહિતી મળી રહી છે. મહત્વની કડીના આધારે ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં જ લૂંટારૂઓ સુધી પહોંચશે એવો આશાવાદ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) શાખામાં આજે દિવસદહાડે હથિયારધારી લૂંટારૂઓ ત્રાટક્યા હતા. 5થી 6 જેટલા લૂંટારૂઓએ પિસ્તોલની અણીએ બેંક કર્મચારીઓને બંધક બનાવી અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી. બેંકમાં ચાલતી કેશ ડિપોઝિટની કામગીરીના સમયે જ લૂંટારૂઓ ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Nation Gujarat