Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુરતમાં એકબાદ એક વાહનોને ઉડાવનાર આર્કિટેક્ચર નીકળ્યો

સુરતમાં એકબાદ એક વાહનોને ઉડાવનાર આર્કિટેક્ચર નીકળ્યો

સુરત શહેરમાં ફરી એકવાર નશાખોર વાહનચાલકે બેફામ બનીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. સરથાણા જકાતનાકા પાસે કનૈયા નમકીન નજીક ફૂલ દારૂના નશામાં ચૂર એક આર્કિટેક્ચરે પોતાની ઇલેક્ટ્રિક કાર પૂરપાટ ઝડપે હંકારી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. આ બેફામ કારે રસ્તા પર જતા બાઇક, સ્કૂટર અને સાઇડમાં પાર્ક કરેલી અન્ય એક કારને જોરદાર અડફેટે લીધી હતી.

અકસ્માત એટલો વિકરાળ હતો કે, ઘટનાસ્થળે કંપારી છૂટી જાય તેવા દૃશ્યો સર્જાયા હતા. આ દુર્ઘટનામાં બે સગા ભાઈઓ સહિત ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે રોષે ભરાયેલા લોકોએ ચાલકને પકડીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.

આરોપી મુળ ભાવનગરના કુંડલી ગામનો વતની મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંડલી ગામના વતની અને હાલ સુરતના સરથાણા શ્યામધામ મંદિર પાસે આવેલી પુરુષોત્તમ નગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય વિજય શંભુભાઈ ભિખડિયા વ્યવસાયે આર્કિટેક્ચર છે. વિજય 3 જૂનના રોજ પોતાની ઇલેક્ટ્રિક કાર (નંબર: GJ-05-RU-2251) લઈને સરથાણા જકાતનાકા કનૈયા નમકીન પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દારૂના નશામાં એટલો ધૂત હતો કે તેને ભાન નહોતું રહ્યું અને સ્પીડ પરથી કાબૂ ગુમાવી બેસતા કાર મોતની સ્પીડે દોડવા લાગી હતી.

બે સગા ભાઈ અને બે મહિલાઓ અડફેટે લીધા, કારનો ખુરદો બોલ્યો કાબૂ બહાર ગયેલી ઇવી કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઈક સવાર બે સગા ભાઈઓ રોહિત સરખવાડા (ઉ.વ.24) અને અજય સરખવાડા (ઉ.વ.20) (બંને રહે. સરગમ સોસાયટી, પુણાગામ)ને અડફેટે લીધા હતા. આટલેથી ન અટકતા કારે આગળ જઈને સ્કૂટર પર સવાર રેખાબેન પ્રાગજીભાઈ લાખાણી (ઉ.વ.53) અને હીનાબેન સવાણી (ઉ.વ.37) (બંને રહે. સરથાણા જકાતનાકા)ને પણ અડફેટે લઈ કચડ્યા હતા. અંતે આ નશાખોરની કારે રોડ સાઇડમાં પાર્ક કરેલી એક કારને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા અકસ્માતને પગલે રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને ચીસાચીસ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્ત બંને ભાઈઓ અને બંને મહિલાઓને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામના હાથ પગ કચડી નાખ્યા હોવાનું સામે આવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Nation Gujarat