Tamil Nadu Assembly election results 2026: થલાપતિ વિજય સાઉથની દુનિયાનું મોટું અને જાણીતું નામ છે, જેમણે અનેક હિટ ફિલ્મો આપી છે. તેમણે આખા કરિયરમાં 69 ફિલ્મોમાં કામ કર્યું છે, જેના કારણે તેઓ સુપરસ્ટારનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂક્યા છે. હવે તેઓએ તમિલનાડુના રાજકારણમાં પોતાનો હાથ અજમાવ્યો છે. ખરેખર, થલાપતિ વિજયે પોતાની રાજકીય પાર્ટી TVKની સાથે તમિલનાડુમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.
તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પરિણામના રુઝાનમાં થલાપતિ વિજયની પાર્ટી TVK પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. તેમની પાર્ટીએ DMKને જોરદાર ટક્કર આપી છે. ફિલ્મોના સુપરસ્ટાર હવે રાજકારણના પણ 'હીરો' બનીને ઉભરી આવ્યા છે.
થલાપતિ વિજય તમિલ સિનેમાનું જાણીતું નામ છે. તેઓએ 10 વર્ષની ઉંમરે ચાઈલ્ડ એક્ટર તરીકે 1984માં 'વેટ્રી' ફિલ્મથી તમિલ સિનેમામાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેઓ પોતાના પિતા દ્વારા નિર્દેશિત અનેક ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેઓએ 1992માં નલૈય્યા તિરુપુ ફિલ્મમાં 18 વર્ષની ઉંમરે લીડ એક્ટર તરીકે તમિલ સિનેમામાં એન્ટ્રી કરી હતી. આ પછી તેઓએ પૂવે ઉનાક્કાગા (1996), લવ ટુડે (1997), કધલુક્કુ મરિયાધૈ (1997), થુલ્લાથા મનામુમ થુલ્લુમ (1999), કુશી ( 2000), પ્રિયમાનવલે (2000) અને ફ્રેન્ડ્સ (2001) જેવી હિટ ફિલ્મો આપી. 2003માં તિરુમલૈ અને 2004માં ઘિલી જેવી ફિલ્મો વિજય થલાપતિની કોમર્શિયલ હિટ સાબિત થઈ.
વિજય થલાપતિની નેટવર્થ અને ફી - ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવીને રાજકારણમાં એન્ટ્રી કરી ચૂકેલા થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ જનનાયકન હશે, જેના રિલીઝ પર ઘણો વિવાદ સર્જાયો હતો. નેટવર્થની વાત કરીએ તો તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટેના ચૂંટણી સોગંદનામામાં 69 ફિલ્મો કર્યા પછી વિજય થલાપતિની કુલ સંપત્તિ 603.20 કરોડ છે. તેમની પાસે બેંક બેલેન્સમાં 213 કરોડની સેવિંગ્સ છેકારનું પણ જબ્બર કલેક્શન - તેમની પાસે BMW 530, Toyota Lexus અને Toyota Vellfire જેવી ગાડીઓનું કલેક્શન છે, જેની કિંમત 8 કરોડ સુધી છે. આ ઉપરાંત ચેન્નાઈમાં તેમનો 70-80 કરોડનો બંગલો છે. આ સાથે જ તેમની પત્ની સંગીતાની પાસે 15.76 કરોડની સંપત્તિ છે. એવું કહેવાય છે કે વિજય થલાપતિની ફી 100થી 120 કરોડ હતી, જ્યારે જનનાયકન માટે તેઓએ 250 કરોડ લીધા છે.
27 વર્ષના લગ્ન તૂટવાની પણ થઈ ચર્ચા - વિજયે સંગીતા સોરલિંગમ સાથે 25 ઓગસ્ટ 1999માં લગ્ન કર્યા હતા. સંગીતા બિઝનેસમેને ફેમેલીમાંથી આવે છે. સંગીતા વિજયની ફેન હતી અને 1997માં કાલામેલ્લમ કાથિરુપ્પેનના સેટ પર બંનેની મુલાકાત થઈ હતી. કપલના બે બાળકો જેસન વિજય અને દિવ્યા શાશા છે. વર્ષ 2025માં સંગીતાએ છૂટાછેડા માટે અરજી કરી હતી, જ્યારે 2026માં તેમણે એક અરજી પણ દાખલ કરી હતી, જેમાં તેઓએ આરોપ લગાવ્યો કે વિજયે તેમને ઘરમાં આવવાની મનાઈ કરી છે.

