Dailyhunt
અદાણીએ CNG માં કિલોએ દોઢ રૂપિયો વધાર્યો, ઓટો રિક્ષા ચાલકો ભાડા વધારશે

અદાણીએ CNG માં કિલોએ દોઢ રૂપિયો વધાર્યો, ઓટો રિક્ષા ચાલકો ભાડા વધારશે

Navajivan 1 week ago

વજીવન ન્યૂઝ, અમદાવાદ : ઈરાન વિરૂદ્ધ અમેરીકા અને ઇઝરાયલ વૉરના કારણે વિશ્વભરમાં પેટ્રોલ, ડિઝલ અને ગેસનું સંકટ છવાયેલું છે. સ્ટ્રેઈટ ઑફ હોર્મુઝ (Strait of Hormuz) બંધ હોવાના કારણે નિર્ધારિત સ્થળોએ ગેસનો પુરવઠો પહોંચી નથી રહ્યો. આ સ્થિતિના વચ્ચે અદાણી સીએનજી (ADANI CNG) એ બે મહિનામાં બે વખત ભાવ વધારો કરતા CNG 83.77 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.

આ ભાવ વધારાની સીધી અસર ઓટો રિક્ષાચાલકો પર પડતા હવે તેમણે પણ રિક્ષા ભાડા વધારવાનો નિર્ણય કર્યો છે.

અદાણી CNG એ પ્રતિ કિલોએ 1.50 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. વર્ષ 2026ની શરૂઆતમાં સીએનજીના ભાવમાં રૂપિયા 1.21 નો ઘટાડો કરાયો હતો. ત્યારબાદ ફેબ્રુઆરીમાં 50 પૈસા અને તાજેતરમાં 1.50 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, ત્રણ વર્ષમાં સીએનજીમાં સવા છ રૂપિયાથી વધુનો ભાવ વધારો આવી ચૂક્યો છે.

સીએનજીમાં ભાવ વધારા (CNG Price Hike)ના કારણે ઓટો રિક્ષાચાલકો પર મોટો ભાર આવ્યો છે. વર્ષ 2025 બાદ 2026માં પણ રિક્ષા ચાલકો મોંઘવારીનો માર ઝીલી રહ્યાં છે. યુદ્ધના કારણે મોંઘવારીના સતત મારની વચ્ચે સીએનજીનો ભાવ વધારો હવે મુસાફરોના ખિસ્સા પર આવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navajivan Gujarati