Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ayodhya : રામ મંદિરમાં દાન ચોરી બાદ ટ્રસ્ટ એલર્ટ મોડ પર, દાનની ગણતરી માટેના નિયમો બનાવાયા

Ayodhya : રામ મંદિરમાં દાન ચોરી બાદ ટ્રસ્ટ એલર્ટ મોડ પર, દાનની ગણતરી માટેના નિયમો બનાવાયા

Navajivan 2 weeks ago

Ayodhya Ram Mandir donation counting rules : અયોધ્યાના રામ મંદિરના દાનની ચોરીના મામલામાં SIT ની તપાસ ચાલુ છે ત્યારે બીજી તરફ દાનની ગણતરી માટેના નવા નિયમો ટ્રસ્ટે જાહેર કર્યા છે. દાનની ચોરી બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ એલર્ટ બન્યું છે. ભવિષ્યમાં દાન ચોરીની ઘટના ના બને તે માટે નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી (Rules made to prevent donation theft ) છે.

હવે કર્મચારીઓએ ખિસ્સા વિનાના ડાર્ક બ્લુ રંગના કપડાં પહેરવાના રહેશે અને જમીન પર બેસીને દાનની ગણતરી કરી શકશે. મોબાઈલ ફોન, બેગ તેમજ અન્ય વ્યક્તિગત સામાન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. અત્રે નોંધનીય છે કે, ચોરીમાં સામેલ અનુકલ્પ મિશ્રા 'વ્યવસ્થા કાર્યકર્તા'ના પાસના આધારે દાનની રકમ ગણવાની પ્રક્રિયામાં સામેલ થતો હતો અને કથિત ચોરીને અંજામ આપતો હતો.

રામ મંદિરમાં દાનની ગણતરી કરતા કર્મચારીઓને બે સુરક્ષા દાયરામાંથી પસાર થવું પડશે. સૂત્રોએ જણાવ્યું છે કે, કાઉન્ટિંગ હોલમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે એક ખાસ નવો ડ્રેસ કોડ લાગુ કરાયો છે. હવેથી ગણતરી કરનારા તમામ કર્મચારીઓએ એક પણ પોકેટ (ખિસ્સું ) ન હોય તેવા ઘેરા વાદળી રંગના કપડાં પહેરવા ફરજિયાત રહેશે. હવે દાનની ગણતરી ટેબલ-ખુરશી પર નહીં, પરંતુ જમીન પર બેસીને કરવામાં આવશે. સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે કાઉન્ટિંગ હોલની અંદર કોઈપણ પ્રકારનો વ્યક્તિગત સામાન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલું જ નહીં, કર્મચારીઓએ હોલમાં પ્રવેશતા પહેલાં પોતાના જૂતા-ચપ્પલ પણ બહાર જ ઉતારવા પડશે.

અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરી (Ayodhya Ram temple donation theft) નો ભાંડો ફૂટ્યા બાદ ટ્રસ્ટના બેંક ખાતાઓમાં જમા થતી રકમમાં મોટો તફાવત સામે આવ્યો છે. ચોરી પકડાયા બાદ દૈનિક દાન 16-18 લાખથી વધીને 24-26 લાખ થયું છે. SITને રોજની 6થી 8 લાખની ચોરીની આશંકા છે. મેનેજર સહિત બેંકના કર્મચારીઓની પૂછપરછ ચાલુ છે અને હજુ પણ ત્રણેક શખસો પોલીસના રડાર પર છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navajivan Gujarati