Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો, હારેલા ઉમેદવારોએ રોડ તોડાવ્યા, લાઈટના થાંભલા ઉખાડી ફેંક્યા તો ક્યાંક પાણી બંધ કરવાની ચીમકી આપી

ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો, હારેલા ઉમેદવારોએ રોડ તોડાવ્યા, લાઈટના થાંભલા ઉખાડી ફેંક્યા તો ક્યાંક પાણી બંધ કરવાની ચીમકી આપી

Navajivan 2 weeks ago

વજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો (Local Body Elections Gujarat Result) માં ભાજપનું પલડું ભારે રહ્યું છે. BJP ના વિજેતા ઉમેદવારોએ ઉજવણી કરી તો બીજી તરફ હારેલા ઉમેદવારો ગુસ્સે ભરાયા (BJP candidates could not accept defeat) છે અને તેમની હરકતો મીડિયામાં ચમકી રહી છે. હાર સહન નહીં કરી શકનારા ઉમેદવારોએ રોડ ખોદી નાંખવા, વીજળીના થાંભલા ઉખાડવા આદેશ આપ્યા તો ક્યાંક ગામનું પાણી બંધ કરી દેવાની અને દૂધ મંડળીમાં દૂધ નહીં લેવાની ધમકીઓ આપી રહ્યાં છે.

છોટા ઉદેપુર તાલુકાના મોટી સઢલી જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર અશોક રાઠવા હારી ગયા છે. તેમની હાર બાદ કેટલાંક લોકો JCB મશીન અને હાથમાં દંડા લઈને ગામમાં આવ્યા હતા અને તાજેતરમાં બનાવવામાં આવેલા આર.સી. રોડને વચ્ચેથી તોડી નાંખ્યો છે. ભરૂચના જંબુસર તાલુકા પંચાયતની કાવી-2 બેઠકનો પરાજિત ભાજપના ઉમેદવારનો તલવાર સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેણે ગામનું પાણી બંધ કરાવી દેવાની ધમકી આપી છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતામાં એક ગામમાં થયેલા મતદાનમાં 60 ટકા મત ભાજપ અને બાકી 40 ટકા વિરોધ પક્ષને પડ્યા હતા. આ કારણસર દૂધ મંડળીએ કહ્યું કે, ગ્રામજનોએ 100 ટકા મત ભાજપને આપ્યા નથી એટલે આજથી તમારૂં દૂધ ભરવાનું બંધ કરી દેવામાં આવશે. આથી સમગ્ર મામલો પોલીસ પાસે ગયો છે. દાહોદના ઝાલોદમાં ભાજપનો ઉમેદવાર હારી જતાં કેટલાંક કાર્યકરોએ ગામમાં લાગેલા વીજળીના થાંભલા ઉખાડી ફેંક્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navajivan Gujarati