Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vadodara firing case : કોન્ટ્રાક્ટ કિલિંગ કેસમાં બેની ધરપકડ, ફિજીની સ્ટીલ કંપનીના માલિકે કર્મચારીને હત્યા કરવા ભારત મોકલ્યો

Vadodara firing case : કોન્ટ્રાક્ટ કિલિંગ કેસમાં બેની ધરપકડ, ફિજીની સ્ટીલ કંપનીના માલિકે કર્મચારીને હત્યા કરવા ભારત મોકલ્યો

Navajivan 2 weeks ago

Fiji connection revealed in Vadodara firing case : વડોદરા શહેર પાસે આવેલી વાઘોડીયા ચોકડી પાસે કારમાં જઈ રહેલા એક વેપારી પર સપ્તાહ અગાઉ અજાણ્યા શખ્સોએ કરેલા ફાયરિંગ કેસમાં બે આરોપીઓની ધરપકડ (Contract killer arrested in Vadodara firing case) કરી છે. સોપારી કિલિંગ કેસમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

પોલીસે આરોપીઓ પાસેથી પિસ્તોલ, બે મેગેઝીન અને 10 કારતૂસ કબજે કર્યા છે. ફાયરિંગ કરી નાસી છૂટેલા આરોપીઓને શોધી કાઢવા માટે વડોદરા જિલ્લા પોલીસે 2000 જેટલાં સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. કોન્ટ્રાક્ટ કિલિંગના આ કેસમાં પોલીસને ફિજી કનેક્શન (Fiji connection in contract killing case) મળ્યું છે. ફિજી દેશમાં આવેલી દયાલ સ્ટીલ કંપનીના માલિક Jay Dayal એ કોન્ટ્રાક્ટ કિલિંગ માટે બેંક એકાઉન્ટમાં જમા થયેલી રકમનો પુરાવો પણ પોલીસને હાથ લાગ્યો છે.

વાઘોડીયા ચોકડી પાસે પ્રાઇમ સિટીમાં રહેતા આશિષકુમાર બાકોલીયા કપડાનો વેપાર કરે છે. આશિષ બાકોલીયા પર બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ગત 26 જૂનના રોજ ફાયરિંગ કરતા ખભામાં ગોળી વાગી હતી. આ કેસમાં વરણામા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. વડોદરા જિલ્લા પોલીસની ટીમોએ મોબાઈલ ટાવર ડેટા અને બે હજાર જેટલા સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપીઓની ઓળખ થઈ હતી. જેના આધારે છતીસગઢના દુર્ગના રહેવાસી વિક્રમપ્રતાપ ગોપીચંદ્ર સિંઘ અને ગુરજીત ઉર્ફે ગુરમીતસિંહ ભટ્ટીને વેપન-કારતૂસ સાથે પોલીસે પકડી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આશિષ બકોલીયા અઢી વર્ષ અગાઉ ફિજીની દયાલ સ્ટીલ કંપની (Dayals Steel PTE Ltd)માં ફાયનાન્સ મેનેજર તરીકે નોકરી કરતા હતા. દયાલ સ્ટીલના માલિક જય દયાળ (Jay Dayal Dayals Steel Owner) ને આશિષ સાથે કોઈ અગમ્ય કારણોસર વાંધો પડતા તેણે પોતાના કર્મચારી વિક્રમને આશિષની હત્યા કરવા ફિજીથી ભારત મોકલ્યો હતો. વિક્રમે તેના સાગરિત ગુરજીત ઉર્ફે ગુરમીતસિંહ ભટ્ટીને 50 હજાર આપવાનું નક્કી કરી હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને ત્રણ વખત આશિષ બાકોલીયાની રેકી પણ કરી હતી. અત્રે નોંધનીય છે કે, વિક્રમની પત્નીના બેંક ખાતામાંથી 2.72 લાખની રકમ મળી આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navajivan Gujarati