Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બેલોગન સસ્પેન્ડ થતાં વિવાદ સર્જાયો, ટ્રમ્પ, ફિફાએ ખેલાડીનો બચાવ કર્યો

બેલોગન સસ્પેન્ડ થતાં વિવાદ સર્જાયો, ટ્રમ્પ, ફિફાએ ખેલાડીનો બચાવ કર્યો

એજન્સી, જીનિવા

ફૂટબોલ વર્લ્ડ કપના આધુનિક ઈતિહાસના એક અરાજકતાપૂર્ણ અને અભૂતપૂર્વ દિવસે સોમવારે (મંગળવારે સવારે) ફૂટબોલના અગ્રણીઓએ વર્લ્ડ કપની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા હતા. આ વિવાદનું કેન્દ્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગયા સપ્તાહે ફિફાના વડા જિઆની ઇન્ફેન્ટિનોને કરવામાં આવેલો એક ફોન કોલ હતો. ટ્રમ્પે દલીલ કરી હતી કે યુએસ સ્ટ્રાઈકર ફોલારિન બેલોગનને ગયા સપ્તાહે મળેલી રેડ કાર્ડની સજાને કારણે બેલ્જિયમ સામેની મેચમાંથી સસ્પેન્ડ ન કરવો જોઈએ.

ફિફાએ આ સસ્પેન્શન હટાવી લીધું અને બેલોગનને રમવા માટે મંજૂરી આપી દીધી. 1962 પછી સંભવતઃ આ પહેલીવાર બન્યું છે કે વર્લ્ડ કપમાં કોઈ ગુના માટેની સજાને ટુર્નામેન્ટ દરમિયાન પાછી ખેંચીલ લેવામાં આવી હોય. ઘટનાએ ફિફા પર ઇન્ફેન્ટિનોના નિયંત્રણ અને ટ્રમ્પ સાથેના તેમના ગાઢ સંબંધો અંગે તપાસ વધારી દીધી છે. યુરોપિયન ફૂટબોલ સંસ્થા યુઇએફએએ કહ્યું કે ફિફાએ 'રેડ લાઇન ઓળંગી છે' અને રવિવારે ફિફાની શિસ્ત સમિતિ દ્વારા લેવાયેલા નિર્ણયને 'અભૂતપૂર્વ, અકલ્પનીય અને અસમર્થનીય' ગણાવ્યો છે. ઇન્ફેન્ટિનોએ આ નિર્ણયમાં કોઈ ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો છે. ટ્રમ્પે આ રેડ કાર્ડને 'ભયાનક' ગણાવ્યું હતું અને ફાઉલની સમીક્ષા કરાવવાનો શ્રેય લીધો હતો પરંતુ કહ્યું હતું કે તેમણે કોઈ ચોક્કસ પરિણામની માંગ કરી ન હતી.

બેલ્જિયન ફૂટબોલ એસોસિએશને જણાવ્યું હતું કે તેણે યુએસ સોકર ફેડરેશનને જાણ કરી હતી કે તેઓ બેલોગનની પાત્રતાને પડકારી રહ્યા છે. જોકે, ફિફાની અપીલ સમિતિએ મેચ શરૂ થવાના આઠ કલાક કરતા પણ ઓછા સમય પહેલા બેલ્જિયમની કાનૂની ચેલેન્જને ફગાવી દીધી હતી. અપીલ પેનલે કહ્યું કે આ નિર્ણયને પડકારવાનો બેલ્જિયમને કોઈ અધિકાર નથી.

યુઇએફએ વિરુદ્ધ ફિફાનો વિવાદ ફરી વકર્યો
યુરોપિયન ફૂટબોલ અધિકારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને યુઇએફએ એક નિવેદનમાં કહ્યું હતું કે 'જ્યારે નિયમોની નિશ્ચિતતા તેના રક્ષકો દ્વારા ખાતરીયુક્ત ન રહે ત્યારે રમતની વિશ્વસનીયતા જોખમમાં મુકાય છે અને સ્પર્ધાની વિશ્વસનીયતા ઘટે છે.' વિવિધ કોચે ભવિષ્યમાં આ નિર્ણયની અસરો વિશે ચિંતા વ્યક્ત કરી હતી. નોર્વેના કોચ સ્ટેલ સોલબાકેને કહ્યું, 'આગામી રેડ કાર્ડનું શું? પછી શું થશે? શું કોઈ સમિતિ હશે જે તે કાર્ડ પાછું લઈ લેશે? આ એક ખૂબ જ ખરાબ નિર્ણય છે જે વર્લ્ડ કપને નુકસાન પહોંચાડશે.' 'ફૂટબોલમાં રેડ કાર્ડના કાનૂની પરિણામોની સમીક્ષા કરવી એ કંઈ નવી વાત નથી. યુઇએફએ સાથે જોડાયેલા સભ્ય એસોસિએશનોની મોટાભાગની ટોચની લીગમાં રેડ કાર્ડ રદ કરવું એ એક સામાન્ય શિસ્તબદ્ધ પગલું છે.'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay