Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ડભોઈમાં MGVCL કોન્ટ્રાક્ટરની બેદરકારી  :   દશાલાડ વાડી પાસે કેબિનમાંથી ગેરકાયદેસર 1300 જૂના વીજ મીટર ઝડપાયા

ડભોઈમાં MGVCL કોન્ટ્રાક્ટરની બેદરકારી : દશાલાડ વાડી પાસે કેબિનમાંથી ગેરકાયદેસર 1300 જૂના વીજ મીટર ઝડપાયા

નવગુજરાત સમય, ડભોઈ

ડોદરા જિલ્લાના શિનોર સ્થિત એમજીવીસીએલની દેખરેખ હેઠળ કામ કરતી કોન્ટ્રાક્ટ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. ડભોઈની દશાલાડ વાડી પાસે તળાવ કિનારે આવેલા લોખંડના કેબિનમાં જૂના બદલાયેલા 1300 નંગ વીજ મીટર ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખવામાં આવ્યા હતા.

ડભોઈ દશાલાડ વાડી પાસેના કેબિનને ગોડાઉન બનાવી તેમાં ઇન્ટેલસ્માર્ટ કંપની દ્વારા બદલાયેલા જૂના વીજ મીટરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો.

મીટરોને મોટા ખોખા અને પ્લાસ્ટિકની મીની થેલીઓમાં ઠાંસી-ઠાંસીને ભરેલા જોવા મળ્યા.

આ મામલે સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટ કંપનીના લોકોએ કહ્યું કે, અમે કોન્ટ્રાક્ટનું કામ કરીએ છીએ. અમારી મરજી મુજબ ગમે ત્યાં મૂકી શકીએ અને ગમે ત્યારે જમા કરાવી શકીએ. એમાં કંઈ ખોટું નથી.

આ અંગે શિનોર MGVCLના ડે. એન્જિનિયર કૃણાલસિંઘને પૂછતાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, આટલી મોટી માત્રામાં જૂના મીટરનો સંગ્રહ કરી શકાતો નથી. મર્યાદિત સંખ્યામાં અને સમય મર્યાદામાં કચેરીએ જમા કરાવવાના હોય છે. બદલાયેલા જૂના મીટર તાબાની કચેરીએ જમા કરવા પડે. કચેરીની જાણ બહાર ખાનગી જગ્યાએ સંગ્રહ કરવો ખોટું છે.

1300 મીટરનો આટલો મોટો જથ્થો ડભોઈમાં ખાનગી ગોડાઉનમાં કેમ રાખવામાં આવ્યો? કોન્ટ્રાક્ટ કંપનીનો આ પાછળનો ઉદ્દેશ શું છે? આટલા દિવસથી આ મીટર લાગતી-વળગતી કચેરીમાં કેમ જમા કરાવવામાં આવ્યા નથી? શિનોર MGVCLની સીધી દેખરેખ હેઠળ કામ ચાલતું હોય તો અધિકારીઓએ પોતાની ફરજમાં બેદરકારી કેમ રાખી? વગેરે સવાલો ઉભા થયા છે.

આ ઘટનાથી શિનોર MGVCL કચેરીની સમગ્ર કામગીરી જ શંકાના દાયરામાં આવી ગઈ છે. જૂના મીટરના ખાનગી સંગ્રહ પાછળ કોઈ ગેરરીતિ છે કે કેમ તે અંગે હવે તપાસની માંગ ઉઠી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay