Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દહેગામ રોડ વાત્રક નદીના પુલ પરથી ભારે વાહનોને 60 દિવસ 'નો એન્ટ્રી'

દહેગામ રોડ વાત્રક નદીના પુલ પરથી ભારે વાહનોને 60 દિવસ 'નો એન્ટ્રી'

નવગુજરાત સમય, બાયડ

બાયડ-દહેગામ માર્ગ પર ડાભા ગામ નજીક વાત્રક નદી પર આવેલા પુલની સુરક્ષા અને તેની જર્જરીત સ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટરે પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર આગામી 60 દિવસ માટે સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. આ નિર્ણયથી ભારે વાહનોને હવે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે.

પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ અમદાવાદ અને ગાંધીનગરથી બાયડ તરફ આવતા ભારે વાહનોને તેનપુર ચોકડી - લિંબ - રોજડ - વડાગામ - ધનસુરા થઈ બાયડ પહોંચવાનું રહેશે.

જ્યારે બાયડથી અમદાવાદ અને ગાંધીનગર તરફ જતા ભારે વાહનો માટે બાયડ ચોકડી - ધનસુરા - વડાગામ - રોજડ ચોકડી - તેનપુર - દહેગામ રોડ માર્ગ નક્કી કરવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું છે કે, પુલની સલામતી જળવાઈ રહે અને કોઈ દુર્ઘટના સર્જાય નહીં તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ ભારે વાહનચાલકોને જાહેરનામાનું કડક પાલન કરવા તેમજ સૂચિત વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. પુલના સમારકામ અને સુરક્ષા સંબંધિત કામગીરી પૂર્ણ થયા બાદ જ ભારે વાહનોની અવરજવર અંગે આગળનો નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી વાહનચાલકોએ માર્ગ બદલાવને ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરવાની જરૂર રહેશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay