Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દુલીપ ટ્રોફી સેમિફાઇનલ   :   નોર્થ ઝોન 195માં ઓલઆઉટ, સાઉથ ઝોન 40/2

દુલીપ ટ્રોફી સેમિફાઇનલ : નોર્થ ઝોન 195માં ઓલઆઉટ, સાઉથ ઝોન 40/2

એજન્સી, બેંગ્લુરુ

દુલીપ ટ્રોફીમાં આજથી સેમિફાઇનલ મુકાબલા શરૂ થયા છે જેમાં પ્રથમ સેમિફાઇનલમાં ઇસ્ટ ઝોન સામે સેન્ટ્રલ ઝોનની ટીમે પ્રથમ દિવસે ૨૬૬ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી જ્યારે અન્ય એક સેમિફાઇનલ મેચમાં સાઉથ ઝોન સામે નોર્થ ઝોનની ટીમ ૧૯૫ રન બનાવી શકી હતી. તેના જવાબાં સાઉથ ઝોને પ્રથમ દિવસની રમતના અંતે બે વિકેટ ગુમાવી ૪૦ રન બનાવ્યા છે.

ટીમ હજુ ૧૫૫ રન પાછળ છે.

ઇસ્ટ ઝોન સામે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સેન્ટ્રલ ઝોનની ટીમના ઓપનર આર્યન જુયાલે ૪૬ જ્યારે રિંકુ સિંઘે સર્વાધિક ૬૦ રન બનાવ્યા હતા. ૧૨૫ રનના સ્કોરે સેન્ટ્રલ ઝોનની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચૂકી હતી. આ સમયે રિંકું સિંઘ અને હર્ષ દુબેએ છઠ્ઠી વિકેટ માટે ૫૫ રન જોડ્યા હતા. હર્ષ દુબે આઉટ થયા બાદ રિંકુએ સારાંશ જૈન અને આર્યન પાંડે સાથે મળી ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે,સારાંશ ૨૭ રન બનાવી આઉટ થયો હતો જ્યારે રિંકુંસિંઘ ૮ વિકેટના રૂપમાં અંગત ૬૦ રન બનાવી આઉટ થયો હતો. ૨૨૧ રનના સ્કોરે અર્શદ ખાનના રૂપમાં નવમી વિકેટ ગુમાવ્યા બાદ યશ ઠાકુરે આર્યન પાંડે સાથે ૧૦મી વિકેટ માટે ૪૫ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી ટીમનો સ્કોર ૨૬૬ રને પહોંચાડ્યો હતો. ઇસ્ટ ઝોન તરફથી અભિજિત સરકાર અને મુકેશકુમારે ૩-૩ વિકેટ વિકેટ ઝડપી હતી જ્યારે મોહંમદ શમી અને મોહંમદ કૌનેન કુરેશીને ૨-૨ સફળતા મળી હતી.

અન્ય એક મેચમાં સાઉથ ઝોન સામે નોર્થ ઝોનની ટીમ વિદવથ કાવેરપ્પાની ઘાતક બોલિંગ સામે માત્ર ૧૯૫ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. નોર્થ ઝોન તરફથી ઓપનર કામરાન ઇકબાલે સર્વાધિક ૭૬ રન બનાવ્યા હતા જ્યારે કનૈયા વાધવાને ૩૫, આયુષ ડોસેજાએ ૨૩ રન બનાવ્યા હતા. સાઉથ ઝોન તરફથી કવેરપ્પાએ ચાર વિકેટ ઝડપી હતી જ્યારે નિધિશ અને તન થ્યાગરાજનને ૨-૨ સફળથા મળી હતી. કે. સાંઇતેજા અને શ્રેયસ ગોપાલે ૧-૧ વિકેટ ઝડપી હતી. નોર્થ ઝોનને ઓલઆઉટ કર્યા બાદ બેટિંગમાં ઉતરેલી સાઉથ ઝોનની શરૂઆત પણ ખરાબ રહી હતી. ટીમે પ્રથમ દિવસની રમતના અંતે ૪૦ રનના સ્કોરે બે વિકેટ ગુમાવી દીધી છે. ટીમ હજુ ૧૫૫ રન પાછળ છે અને તેની આઠ વિકેટ બાકી છે. ઓપનર નારાયણ જગદીશન ૪૩ રને રમતમાં હતો. નોર્થ ઝોન તરફથી અંશુલ કંબોજ અને ગુરનુર બ્રારે ૧-૧ વિકેટ ઝડપી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay