Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
એરપોર્ટ પર હૈદરાબાદની મહિલા પાસેથી 98.78 લાખનું 729 ગ્રામ સોનું ઝડપાયું

એરપોર્ટ પર હૈદરાબાદની મહિલા પાસેથી 98.78 લાખનું 729 ગ્રામ સોનું ઝડપાયું

નવગુજરાત સમય , અમદાવાદ

મદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ના કસ્ટમ્સ અધિકારીઓએ વધુ એક વખત સોનાની દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. હૈદરાબાદની એક મહિલા અબુધાબીથી અમદાવાદ આવી હતી ત્યારે કસ્ટમ્સના અધિકારીઓએ તેને ઝડપી લઈને તેની પાસેથી દાણચોરીનું સોનું જપ્ત કર્યું હતું.

અધિકારીઓએ બાતમી અને દાણચોરોની તૈયાર કરાયેલી પ્રોફાઇલના આધારે 7 જુલાઈ, 2026ના રોજ અબુધાબીથી ઇન્ડિગોની ફ્લાઇટ નં.

6E-1432 દ્વારા અમદાવાદ આવેલી હૈદરાબાદની મહિલા મુસાફરને તપાસ માટે અટકાવી હતી. તપાસ દરમિયાન મહિલા મુસાફરે પોતાના પર્સમાં તેમજ શરીર પર પહેરેલા કપડાંની અંદર સોનાના દાગીના સંતાડી રાખ્યા હોવાનું જણાયું હતું. કસ્ટમ્સને તેની પાસેથી 22 કેરેટના 710.900 ગ્રામ વજનના સોનાના દાગીના તેમજ 18 કેરેટના 18.100 ગ્રામ વજનના દાગીના મળી કુલ 729 ગ્રામ સોનુ જપ્ત કર્યું હતું. સોનાની બજાર કિંમત રૂ.

98.78 લાખ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જપ્ત કરાયેલા દાગીનામાં સોનાના કડા, હાર, ચેઇન, પાયલ, કાનની બુટ્ટી અને વીંટીઓનો સમાવેશ થાય છે. જથ્થો કસ્ટમ્સ એક્ટ હેઠળ જપ્ત કરાયો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay