Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Fuel Crisis  :   ઈંધણ સંકટ

Fuel Crisis : ઈંધણ સંકટ

એજન્સી, નવી દિલ્હી

મેરિકા-ઈરાન સંઘર્ષને પગલે સર્જાયેલા ઇંધણ સંકટને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની વિનંતી પર અનેક પગલાં લીધા છે. સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ ભરત પારાશર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, હવે સોમવાર, શુક્રવાર અને આંશિક કાર્યકારી દિવસોમાં તમામ સુનાવણી માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ કરવામાં આવશે.

આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પર્યાવરણ અને ઇંધણ બચાવવા માટે સર્વસંમતિથી 'કાર-પૂલિંગ' અપનાવવાનો નિર્ણય લીધો છે. રજિસ્ટ્રીના સ્ટાફ માટે ૫૦ ટકા સુધી 'વર્ક ફ્રોમ હોમ'ની સુવિધા અપાઈ છે, જેમાં કર્મચારી અઠવાડિયામાં વધુમાં વધુ બે દિવસ ઘરેથી કામ કરી શકશે. જોકે, કામમાં અવરોધ ન આવે તે માટે રજિસ્ટ્રારોને સાપ્તાહિક રોસ્ટર તૈયાર કરવા અને ટેકનિકલ સપોર્ટ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. જરૂર પડ્યે કર્મચારીઓએ તાત્કાલિક ઓફિસ હાજર થવું પડશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay