એજન્સી, લંડન
ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને ભારત લાવવાનો માર્ગ હવે સંપૂર્ણપણે મોકળો થઈ ગયો છે. નીરવ મોદી યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સમાં તેનો છેલ્લો કેસ પણ હારી ગયો છે. યુકેની અદાલતોમાં અપીલના તમામ રસ્તાઓ બંધ થયા બાદ, નીરવ મોદીએ એપ્રિલ 2026માં યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સના દ્વાર ખટખટાવ્યા હતા. જોકે, આ યુરોપિયન કોર્ટમાંથી પણ તેને કોઈ રાહત મળી નથી, જેના કારણે હવે તેની પાસે તેના પ્રત્યાર્પણનો વિરોધ કરવા માટે કોઈ પણ કાયદાકીય વિકલ્પ બાકી રહ્યો નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રિટિશ સરકારે નીરવ મોદીને ભારતીય તપાસ એજન્સીઓને સોંપવા માટે જરૂરી ઔપચારિકતાઓ શરૂ કરી દીધી છે. પ્રત્યાર્પણની તમામ પ્રક્રિયાઓ હવે અંતિમ તબક્કામાં છે અને તેને કોઈપણ સમયે ભારત લાવવામાં આવી શકે છે.

