Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OBCમાંથી એસટી બની મુખ્યમંત્રીના હસ્તે મહેસૂલી તલાટીની નોકરી પણ લીધી

OBCમાંથી એસટી બની મુખ્યમંત્રીના હસ્તે મહેસૂલી તલાટીની નોકરી પણ લીધી

નવગુજરાત સમય , ગાંધીનગર

રકારી તંત્રમાં પોલમપોલ હોય તેમ સરકારી ભરતી માટે ગેરરીતિ આચરીને જાતિ બદલવાના કિસ્સા વધી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ સાથેના પુરાવા આપતા જસદણ તાલુકાના પારેવાળા ગામનો એક પરિવાર 2017માં OBCના લાભ મેળવતો હતો અને 2018થી અત્યાર સુધી કેટલાક સભ્યોએ એસટીમાં (આદિજાતિ) આવતા હોવાના આધારે સરકારી નોકરી લીધી હોવાનું જાહેર કર્યું છે.

તેમણે બોગસ એસટી સર્ટિફિકેટ કૌભાંડની આશંકા દર્શાવી તેમણે સીટ દ્વારા તપાસની માગ કરી છે.

યુવરાજસિંહના દાવા પ્રમાણે જસદણ તાલુકામાં એક પરિવારના મોભી માણસુર લાભુભાઇ પાલીયા અને પરિવારના અન્ય સભ્યો પાસે OBC (એસઇબીસી)ના કાયદેસરના દાખલા ઉપલબ્ધ છે. તેમના સંતાનો પાસે પણ નોન ક્રિમિલેયરનો દાખલો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે મહેસૂલી તલાટીઓને નિમણૂકના ઓર્ડર અપાયા હતા. તેમાં આરાધના માણસુર પાલીયાનો પણ સમાવેશ થાય છે જે પહેલા OBC હતા અને હવે એસટી કેટેગરીમાં છે. તેથી ગૌણ સેવા, મહેસૂલ વિભાગ અને આદિજાતિની વિશ્લેષણ સમિતિએ કેવા ડોક્યુમેન્ટ ચેક કર્યા તે સવાલ પણ ઊભો થવા પામ્યો છે. માણસુરભાઇના બહેન ગીતા લાંબા 2017માં જામનગરના જાંબુડામાં OBC મહિલા અનામત બેઠક પરથી સરપંચ બન્યા છે.

પરિવારના સભ્યોએ ક્યાં જાતિ બદલી

  • વિશાલ માણસુર પાલીયા 2017માં લોકરક્ષકની ભરતીમાં જૂનાગઢ સેન્ટરમાં OBC કેટેગરીમાં હતા તે 2018માં હાઇકોર્ટમાં પ્યુનની ભરતીમાં એસટી-આદિજાતિ કેટેગરી માટે ફોર્મ ભરી સિલેક્ટ થયા
  • આરાધના માણસુર પાલીયા (વિશાલની સગી બહેન) મે-2026માં ગૌણ સેવા પસંદગી મંડળની મહેસૂલી તલાટીની ભરતીમાં અમદાવાદ જિલ્લામાં એસટી કેટેગરીમાં સિલેક્ટ થયા
  • અભય અરવિંદભાઈ પાલીયા (કાકાનો દીકરો) વર્ષ 2025માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્લાર્કની ભરતીમાં એસટી કેટેગરી હેઠળ સિલેક્ટ
  • મોહિતભાઈ પ્રવીણભાઈ પાલીયા (મોટા બાપુનો દીકરો) વર્ષ 2016-17માં ફોરેસ્ટ બીટ ગાર્ડમાં OBC તરીકે ફોર્મ ભરે છે અને 2022ની પશુધન નિરીક્ષકની ભરતીમાં એસટી કેટેગરી દર્શાવી
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay