Wednesday, 27 Jan, 7.25 pm નવગુજરાત સમય

અન્ય શહેરો - ગુજરાત
ઓલપાડના ડભારી દરિયા કિનારે હોમગાર્ડ જવાનોએ દારૂની મેહફિલ સાથે ફિલ્મીગીતો ઉપર ઠુમકા લગાવ્યા

નવગુજરાત સમય,બારડોલી

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં ડભારી ગામના દરિયા કિનારે દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિડીયોમાં દેખાતા તમામ વ્યક્તિ ઓલપાડ તાલુકાનાં સાયણ વિસ્તારમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો તેમજ હોમગાર્ડ યુનિટનો કામન્ડીગ ઇન્ચાર્જ પણ હોવાનું બહાર આવ્યું છે. એક તરફ સમગ્ર સુરત સહિત ગુજરાત અને દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી ચાલી રહી હતી ત્યારે આ જવાનો ઓલપાડના ડભારીના દરિયા કિનારે દારૂની મેહફિલ માણતા નજરે પડ્યા હતા.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં ડભારી ગામે આવેલ દરિયાકિનારે કેટલાક યુવાનો કારમાં મ્યુઝિક વગાડી દારૂની બોટલ તેમજ દારૂ ભરેલ ગ્લાસ સાથે નશો કરી ઠુમકા લગાવતા હોય તેવો વિડીયો સોસિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો ત્યારબાદ જાણવા મળ્યું હતું કે આ વિડીયો ઓલપાડ તાલુકાનાં સાયણ વિસ્તારમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોનો છે જેમાં હોમગાર્ડ કમાંન્ડીગ ઇન્ચાર્જ તથા અન્ય હોમગાર્ડ નવજવાનો દારૂના નશાની હાલતમાં દરિયા કિનારે ફોરવ્હીલ કારમાં મ્યુઝિક ચાલુ કરી ફિલ્મી ગીતો ઉપર ઠુમકા મારતા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિડીયો 26 મી જાન્યુઆરીનો હોવાનું ચર્ચાય રહ્યું છે. સુરત તેમજ સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીની ઉજવણી થતી હતી ત્યારે બીજી તરફ આ જવાનો દારૂની મેહફિલ સાથે ઠુમકા લગાવી રહ્યા છે. એક તરફ દારૂબંધીની વાત થાય છે ત્યારે બીજી તરફ આ પ્રકારના વિડીયો વાઇરલ થતાં સુરત જિલ્લાની પોલીસ ઉપર પણ ડાઘ લાગ્યા છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay
Top