Sunday, 24 Jan, 9.24 pm નવગુજરાત સમય

અન્ય શહેરો - ગુજરાત
પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામ ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર સની પટેલેનો વિદેશી દારૂ પકડાયો

નવગુજરાત સમય ,બારડોલી
સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામમાં આવેલા પાટીચાલ ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર સોહન ઉર્ફે સની પટેલે મોજે વાંકનેડા ગામની સીમમાથી પસાર થતી નહેરની બાજુમાં રામાનુજ ડાઈનગ મિલની સામે ખુલ્લી ખેતરાડી વાળી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો નું કાર્ટિંગ કરતો હોય એલસીબી પોલીસે વિદેશી દારૂની બાટલી નંગ 1691 જેની કિંમત રૂ,2.02,800/- તેમજ અન્ય વાહનો મળી 4.22 લાખ મુદ્દામલ કબ્જે કર્યો હતો
પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લા એલસીબીના પોલીસ સ્ટાફ ની ટીમ પેટ્રોલિંગ માં હતી ત્યારે ખાનગી રહે બાતમી મળી હતી કે વાંકાનેડા ગામમાં આવેલા પાટીચાલ ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર સોહન ઉર્ફે સની પટેલે મોજે વાંકનેડા ગામની સીમમાથી પસાર થતી નહેરની બાજુમાં રામાનુજ ડાઈનગ મિલની સામે ખુલ્લી ખેતરાડી વાળી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો લાવીને તેના માણસો સાથે માલને એક કારમાં સગેવગે કારી રહ્યો છે મજે બાતમીના આધારે પોલીસે બતમીવાળી જગ્યાએ જઈને રેડ કરી હતી પોલીસને જોઈ લિસ્ટેડ બુટલેગર શનિ અને તેના બે સાગરીતો ભાગી છૂટવાના સફળ રહ્યા હતા જે બાદ પોલિસને ઘટના સ્થળેથી ભારતીય બનાવટ નો પાસપરમીટ વાળો વિદેશી દારૂની બાટલી નંગ 1691 જેની કિંમત રૂ,2.02,800/- ,GJ 19 BA 1479 ગાડીની કિંમત 2,00000/- બે લાખ અંગ જડતી કરતા 20000 /- વીસ હજાર રોકડા, મળી કુલ 4,22,800/- જેટલી કિંમત નો મુદ્દામાલ કબજે કર્યો હતો,જયારે પોલીસ ને જોઈને લિસ્ટેડ બુટલેગર સોહન ઉર્ફે સાની નાસી ગયો હતો. અને.અવિનાશ હસમુખ પટેલ (રહે પાટી ચાલ,ચાલથન તા.પલસાણા ) ને અટક કરી હતી.અને પોલીસે પ્રોહીનો ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી હતી..

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay
Top