Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ફાર્માસ્યુટીકલ કેપ્સ્યુલ સપ્લાયર પાસેથી માલ ખરીદી ચાર શખ્સે રૂ. 3.09 કરોડ ન ચૂકવ્યા

ફાર્માસ્યુટીકલ કેપ્સ્યુલ સપ્લાયર પાસેથી માલ ખરીદી ચાર શખ્સે રૂ. 3.09 કરોડ ન ચૂકવ્યા

નવગુજરાત સમય , અમદાવાદ

હેરમાં ફાર્માસ્યુટીકલ કેપ્સ્યુલ સપ્લાયનો વેપાર કરતી બે ફર્મ સાથે ચાર લોકોએ છેતરપિંડી આચરી છે. ચારેય લોકોએ મોટી કંપની ધરાવતા હોવાની લાલચો આપીને કરોડોનો માલ ખરીદી લીધો હતો. બાદમાં આર્થિક સંકટ અને લોન થઇ ગયા બાદ પેમેન્ટ આપવાનો વાયદો કરીને બંને ફર્મ સાથે રૂ. 3.09 કરોડની છેતરપિંડી આચરી હતી. આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નારણપુરામાં રહેતા મંથન પટેલ ફાર્માસ્યુટીકલ કેપ્સ્યુલ સપ્લાયનો વેપાર કરે છે. બે વર્ષ પહેલા તેમની ફર્મના ભાગીદાર સાથે પિરાણા ખાતેની એક કંપનીમાં વેપાર માટે વાતચીત કરવા ગયા હતા. જ્યાં મનીષ વર્મા નામના વ્યક્તિ સાથે મુલાકાત થયા બાદ એસજી હાઇવે પરની હોટલમાં મીટિંગ થઇ હતી. મીટિંગમાં એક્સપોર્ટ અને ટ્રેડિંગનો ધંધો કરનાર સંદીપસિંહ બહાદુર પણ હાજર હતો.

સંદીપસિંહે પોતાની મુંબઇમાં કંપની હોવાનું કહીને શરૂઆતમાં રૂ. 1.18 કરોડનો માલ ખરીદીને 83.77 લાખ ચૂકવ્યા નહોતા. જે બાદ કંપનીમાં પ્રોબ્લેમ ચાલતો હોવાથી અન્ય એક કંપનીના નામે બિલિંગ કરવાનું કહીને 48.83 લાખનો માલ ખરીદ્યો હતો. જેમાં કેટલીક રકમ ચૂકવીને બાકીની રકમ આપી નહોતી. જ્યારે મંથનભાઇએ પૈસાની ઉઘરાણી કરી ત્યારે તકલીફ હોવાથી બેંક લોન થઇ ગયા બાદ પેમેન્ટ આપવાનો વાયદો કર્યો હતો. જે બાદ અન્ય એક ફેક્ટરી માલિકે પણ આ ચારેય લોકોએ માલ ખરીદીને પેમેન્ટ ન કર્યાની ફરિયાદ કરતા મામલો સમક્ષ પહોંચ્યો હતો. આરોપીઓએ બે ફર્મ પાસેથી કરોડોનો માલ ખરીદીને રૂ. 3.09 કરોડનું ચૂકવણુ ન કરતા આર્થિક ગુના નિવારણ શાખાએ મનીષ ડી વર્મા, સંદીપસિંહ બહાદુર, મંજુરઅલી ચુડીયા અને આબીદઅલી ચુડીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay