Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પીપળી ગામ નજીકથી SMCએ 1 કરોડના એમ્બરગ્રીસ સાથે એક શખ્સને ઝડપ્યો

પીપળી ગામ નજીકથી SMCએ 1 કરોડના એમ્બરગ્રીસ સાથે એક શખ્સને ઝડપ્યો

નવગુજરાત સમય ,અમદાવાદ

રાજ્યમાં સ્થનિક પોલીસની ગોઠવણ ખુલ્લી પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલે ધોલેરાના પીપળી ગામ પાસેની એક હોટલમાંથી એક યુવક પાસેથી એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલ્ટી)નો 1.01 કરોડનો જથ્થો ઝડપી લીધો હતો. આ યુવક હીરા ઘસવાનું કામ કરતા એમ્બરગ્રીસ વેચવા નીકળ્યો અને ઝડપાઇ ગયો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે પીપળી નજીક આવેલી રાજ ચામુંડા હોટલમાં એક યુવક મોટા પ્રમાણમાં એમ્બરગ્રીસ લઇને બેઠો છે.

તરત જ પોલીસે હોટલમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન હોટલમાંથી મેહુલ વિક્રમભાઈ ચૌહાણ (રહે. પીપળી ગામ, તા. ધોલેરા, જિ. અમદાવાદ)ને પાંચ અલગ-અલગ કદના એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલ્ટી)ના ટુકડાઓ સાથે ઝડપી લેવાયો હતો.

પોલીસે ફોરેસ્ટ વિભાગ અને એફએસએલના અધિકારીઓએ તપાસ કરતા જપ્ત કરાયેલા પાંચેય ટુકડાઓ એમ્બરગ્રીસ હોવાનું સામે આવ્યું હતું. જેનું વજન 1.01 કિલો હતો. આ એમ્બરગ્રીસની બજાર કિંમત 1.01 કરોડ થાય છે.

પોલીસને પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે લગભગ એક મહિના પહેલાં ભાવનગરમાં હીરા ઘસવાનું કામ કરતી વખતે ઓફિસમાં કામ કરતા પવન કોળીએ તેને ગેરકાયદે એમ્બરગ્રીસનો જથ્થો સાચવવા માટે આપ્યો હતો. બાદમાં વેચાણ થયા પછી કમિશન આપવાની વાત થઈ હતી. ત્યારબાદ પવન કોળીના મિત્ર પ્રવીણ ચૌહાણ અને અન્ય એક વ્યક્તિ સાથે એમ્બરગ્રીસનો જથ્થો પહોંચાડવા જતા દરમિયાન તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે બાકીના બેને ઝડપી લેવાની કવાયત આરંભી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay