Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પૂર્વ કુલપતિએ તપાસ કમિટીના બે સભ્યોની પસંદગી સામે પ્રશ્નાર્થ કર્યાં

પૂર્વ કુલપતિએ તપાસ કમિટીના બે સભ્યોની પસંદગી સામે પ્રશ્નાર્થ કર્યાં

નવગુજરાત સમય , અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ દ્વારા કરાયેલી હંગામી ભરતીને લઇને હાલમાં તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ તપાસ કમિટીએ હાલમાં પોતાનો રિપોર્ટ સબમીટ કરી દીધો છે ત્યારે પૂર્વ કુલપતિ ગઇકાલે અચાનક ડિજિટલ માધ્યમથી એવી સ્પષ્ટતાં કરી છે કે, તપાસ માટે રચવામાં આવેલી કમિટીના ત્રણ સભ્યો પૈકી બે સભ્યોને અગાઉથી જ પૂર્વગ્રહયુક્ત હોવાના કારણે તેની પસંદગી સામે પ્રશ્નાર્થ ઉભો કરીને તાકીદે આ સભ્યો બદલવાની માંગણી પણ કરવામાં આવી છે.

યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ દ્વારા એકાઉન્ટન્ટ, જીયુસેક, એસ્ટેટ સહિતના જુદા જુદા વિભાગોમાં નિવૃત્ત થયેલા અધિકારીઓને ઉંચા પગાર સાથે નિયુક્તિ કરી હોવાના ફરિયાદ ઉઠવા પામી હતી. વિદ્યાર્થીસંગઠનો દ્વારા કરાયેલી રજૂઆતના સંદર્ભમાં તાજેતરમાં સમગ્ર પ્રકરણની તપાસ માટે ત્રણ સભ્યોની એક તપાસ કમિટીની રચના કરી હતી. આ કમિટીમાં કુલ ત્રણ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી. જોકે, તપાસ કમિટીની રચના કર્યા બાદ અચાનક બે સભ્યો બદલીને નવી કમિટીની જાહેરાત કરવામાં આવી હતી. આ કમિટીએ હાલમાં તપાસ શરૂ કરી દીધી છે. સૂત્રો કહે છે કે,તપાસ કમિટીએ પોતાનો અહેવાલ પણ સુપ્રત કરી દીધો છે. મહત્વની વાત એ કે, ગઇકાલે પૂર્વ કુલપતિ ડો.નિરજા ગુપ્તાએ અચાનક સોશ્યિલ વિડીયોના માધ્યમથી એવી સ્પષ્ટતાં કરી હતી કે, તેમની સામે વર્તમાન કુલપતિ દ્વારા જે ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે તે પૈકી બે સભ્યો એવા છે કે જેમને છેલ્લા 10 માસથી મારી સામે વાંધો હતો. આમ, અગાઉથી જ મારી સામે વાંધો હોય તેવા સભ્યોની નિયુક્તિ કરવાના કારણે મારી વિરુધ્ધનો અહેવાલ આપવામાં આવે તે સ્વભાવિક છે.

આમ, પૂર્વ કુલપતિએ જુદા જુદા આક્ષેપોની સ્પષ્ટતાં સાથે સૌથી પહેલા તો તપાસ કમિટીના સભ્યો બદલવા જોઇએ તેવી પણ માંગણી કરી હતી. યુનિવર્સિટીના સૂત્રો કહે છે કે, કુલપતિ દ્વારા અગાઉ જે ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી તેમાં લૉ વિભાગના ભાવેશ ભરવાડ, આઇક્યુએસીના પ્રોફેસર સહિત અન્ય એક સભ્યનો સમાવેશ થતો હતો. વર્તમાન કુલપતિ દ્વારા બે સભ્યોને બદલીને તેના સ્થાને સિન્ડીકેટ સભ્ય હીરેન જાદવ અને સ્મિતાબેન શાહની નિયુક્ત કરવામાં આવી હતી. આમ, તપાસ કમિટીમાં બે સભ્યોના નામ બદલવામાં આવ્યા બાદ નવા સભ્યોની તપાસ કમિટીએ હાલમાં તપાસ પૂર્ણ કરી દીધી છે ત્યારે હવે જેમની સામે તપાસ થવાની છે તેઓએ તપાસ કમિટી સામે જ પ્રશ્નો ઉભા કર્યા છે.

હંગામી નિમણૂકમાં તપાસ કમિટીની રચનાથી આશ્ચર્ય

યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ દ્વારા ઉંચા પગારથી જે નિયુક્તિ કરવામાં આવી તે તમામ હંગામી ધોરણે કરવામાં આવી છે. સૂત્રો કહે છે કે, વર્તમાન કુલપતિ ઇચ્છે તો તેમની એક સહીથી તેઓ તમામ કર્મચારી-અધિકારીઓને હાંકી કાઢી શકે તેમ છે.આમછતાં તાકીદે આ તમામને દૂર કરવાના બદલે તપાસ કમિટીના રચના કરીને સમગ્ર મામલો લંબાવવા પાછળ પણ અનેક તર્કવિતર્ક ઉભા થયા છે. હાલમાં હંગામી ધોરણે કામ કરતાં કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિક્ષણવિદ્દો કહે છે કે, સસ્પેન્ડ કરવાનો અર્થ એવો થાય તે તેઓને અડધા પગાર સાથે ચાલુ રાખવામાં આવ્યા છે. ખરેખર સસ્પેન્ડ કરવાના બદલે તમામને દૂર કરી દેવાના બદલે તપાસ કમિટીની રચના કરીને સમગ્ર મામલાને રાજકીયરૂપ આપવામાં આવી રહ્યું હોવાનું પણ સૂત્રો કહે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay