Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સાઉદી દ્વારા ક્રૂડ ગ્રેડના ભાવમાં આશરે 26 વર્ષનો મોટો ઘટાડો

સાઉદી દ્વારા ક્રૂડ ગ્રેડના ભાવમાં આશરે 26 વર્ષનો મોટો ઘટાડો

એજન્સી, નવી દિલ્હી

સાઉદી અરેબિયાએ ઓગસ્ટમાં એશિયામાં ગ્રાહકો માટે તેના મુખ્ય ક્રૂડ ગ્રેડના ભાવમાં લગભગ 26 વર્ષનો સૌથી મોટો ઘટાડો કર્યો હોવાનું જાણવા મળે છે. વૈશ્વિક પુરવઠામાં વધારો થતાં વધેેલી સ્પર્ધાને કારણે આ ડિસ્કાઉન્ટમાં વધારો કરવામાં આવ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે. સાઉદીએ જાહેર કરેલી કિંમતની યાદી અનુસાર, સાઉદીની ઓઇલ ઉત્પાદક સાઉદી અરામકોએ આગામી મહિને એશિયામાં તેના આરબ લાઇટ ઓઇલના ભાવમાં $11 પ્રતિ બેરલનો ઘટાડો કરીને પ્રાદેશિક બેન્ચમાર્ક કરતાં $1.50 ડિસ્કાઉન્ટ ઓફર કરશે, જે એનાલિસ્ટોના સર્વેમાં અપેક્ષિત $8 ઘટાડા કરતાં આ મોટો ઘટાડો છે.

જૂનના મધ્યભાગથી જ્યારે યુએસ અને ઈરાન વચ્ચે લડાઈ બંધ કરવા અને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ટ્રાફિકને ફરી શરૂ કરવા માટે કરાર થયો હતો, ત્યારે તેલમાં ઘટાડો થયો છે. હોર્મુઝ સ્ટ્રેટ મુખ્ય અવરોધ બિંદુ હતું, જેને કારણે ક્રૂડના ભાવમાં વધારો થયો હતો અને પુરવઠાને અવરોધવામાં સૌથી મોટું કારણ રહ્યું હતું. આ અવરોધ દૂર થતાં બ્રેન્ટ ક્રૂડ ઘટીને $72 પ્રતિ બેરલ થઈ ગયું છે. ફેબ્રુઆરી અંતે યુદ્ધ થવા પહેલાનાં સ્તરની આસપાસ હાલ ભાવ ટ્રેડ થઈ રહ્યા છે.

એક સમયે રાસ તનુરા ખાતે પર્સિયન ગલ્ફ બંદરથી નિકાસ ફરી શરૂ કર્યા પછી, અરામકોએ તેના ક્રૂડ શિપમેન્ટને યુદ્ધ પહેલાના સ્તરના લગભગ 90% સુધી વધારી દીધા છે. યુદ્ધ પહેલાં, તે સાઉદી ક્રૂડ નિકાસ માટેનું મુખ્ય લોડિંગ પોઇન્ટ હતું. અરામકોએ મોટાભાગના પ્રવાહને યાનબુ ખાતેના તેના લાલ સમુદ્રના પ્લાન્ટ તરફ વાળ્યા છે.

સાઉદી અરેબિયા અને રશિયાના નેતૃત્વ હેઠળના OPEC+ ઉત્પાદક જૂથે ઓગસ્ટમાં બીજા સાધારણ તેલ ક્વોટા વધારા માટે સંમતિ દર્શાવી હતી. યુદ્ધ દરમિયાન જ્યારે હોર્મુઝ મોટાભાગે બંધ હતું અને ઘણા ગલ્ફ સભ્ય દેશો પાસે ઉત્પાદન વધારવાનો અવકાશ ઓછો હતો ત્યારે જૂથે ઉત્પાદન સ્તરમાં મોટાભાગે પ્રતીકાત્મક વધારો કર્યો હતો. હવે જ્યારે હોર્મુઝમાં ટ્રાફિક ધીીમે ધીમે નોર્મલ થઈ રહ્યો છે, ત્યારે સાઉદી, ઇરાક અને કુવૈત જેવા ગલ્ફ ઉત્પાદકો તેમના ઉચ્ચ ક્વોટાનો ઉપયોગ કરી શકશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay