Thursday, 16 Jul, 6.46 pm નવગુજરાત સમય

રાષ્ટ્રીય
સુશાંતની ગર્લફ્રેન્ડ રિયાએ ગૃહમંત્રી અમિત શાહને CBI તપાસ કરાવવા મુદ્દે વિનંતી કરી

એજન્સી, મુંબઈ

સુશાંતસિહ રાજપૂતની આત્મહત્યા મામલે CBI તપાસ થાય તેવી ચારેયબાજુથી માંગ ઉઠી રહી છે. છેલ્લા ઘણા સમયથી તમામ દિગ્ગજ નેતાઓ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે સીબીઆઈ તપાસની માંગણી કરી ચુક્યા છે. આ ક્રમમાં હવે સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પણ આગળ આવી છે. તેણીએ અમિત શાહને ટ્વીટ કરીને સીબીઆઈ તપાસ શરૂ કરવા માટે અપીલ કરી છે. રિયાએ કુલ બે ટ્વીટ કર્યા છે, જેમાં પોતાની વાત ગૃહમંત્રી અમિતભાઈ શાહને જણાવી છે.

પહેલા ટ્વીટમાં રિયાએ લખ્યું છે કે, આદરણીય અમિત શાહ સર, હું સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી છું. તેના અચાનક થયેલા મોતને એક મહિનાથી પણ વધારે સમય થઇ ગયો છે. મને સરકાર પર વિશ્વાસ છે. જોકે ન્યાયની શોધમાં હું તમને હાથ જોડીને વિનંતી કરી રહી છું કે, તમે આ કેસ મામલે સીબીઆઈ તપાસ કરાવડાવો. રિયાના આ ટ્વીટને રીટ્વીટ પણ કરવામાં આવી રહ્યા છે.

તેણીએ પોતાના બીજા ટ્વીટમાં લખ્યું છે કે, હું તમને હાથ જોડીને વિનંતી કરી રહી છું કે આ મામલે સીબીઆઈ તપાસ શરૂ કરાવડાવો. હું બસ એ સમજવા માટે ઈચ્છું છું કે, કયું દબાણ હતું કે જેના કારણે સુશાંતને આત્મહત્યા જેવું પગલું ભરવા માટે મજબૂર કરી દીધો હતો. નિવેદન કર્તા, રિયા ચક્રવતી. સત્યમેવ જયતે અમિત શાહ સર.

સુશાંતસિંહ રાજપૂતે 1૪ જૂનના રોજ મુંબઈમાં સ્થિત આવેલા પોતાના એપાર્ટમેન્ટમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે મુખ્યરૂપે અત્યારસુધી તેટલું જ તપાસ કરી ચુકી છે કે, સુશાંતસિંહનું મોત શ્વાસ રૂંધાવાથી અને તેઓ તણાવમાં ઘણા મહિનાઓથી હતા. અત્યારસુધી અભિનેત્રી રૂપા ગાંગુલી, શેખર સુમન અને દિગ્ગજ નેતા પપ્પુ યાદવ સહિત અનેક લોકો સીબીઆઈ તપાસની માંગણી કરી ચુક્યા છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay
Top