Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ટાયરની નિકાસ FY26માં 9 ટકા વધીને રેકોર્ડ 27,312 કરોડ થઈ

ટાયરની નિકાસ FY26માં 9 ટકા વધીને રેકોર્ડ 27,312 કરોડ થઈ

એજન્સી, નવી દિલ્હી

વિતેલા નાણાકીય વર્ષ 2025-26માં સપ્લાય ચેઈનની સમસ્યા વચ્ચે પણ દેશમાંથી ટાયરની નિકાસ ~27,312 કરોડની થઈ હતી, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. 2024-25માં ટાયરની નિકાસ ~25,057 કરોડ હતી, જેની સરખામણીમાં તેમાં 9 ટકાનો વધારો થયો હતો. વાણિજ્ય મંત્રાલયના ડેટાને આધારે ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(ATMA)એ બુધવારે આ માહિતી આપી હતી.

એસોસિએશને કહ્યું હતું કે અમેરિકાના ટેરિફ છતાં ટાયરની સૌથી વધુ નિકાસ ત્યાં થઈ હતી. મૂલ્યની દૃષ્ટિએ અમેરિકા ખાતે ભારતીય ટાયરની ~4082 કરોડની નિકાસ થઈ હતી. આમ, કુલ નિકાસના 15 ટકા નિકાસ અમેરિકામાં થઈ હતી. જોકે અમેરિકન માર્કેટનો હિસ્સો ઘટ્યો હતો, જે એક વર્ષ અગાઉ 17 ટકા હતો. અમેરિકાએ ભારતીય વસ્તુઓ પર ટેરિફ 50 ટકા લાગુ કર્યા હતા, જેને કારણે અસર થઈ હતી. જોકે ફેબ્રુઆરી-2026થી અમેરિકાએ ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધા છે, જેને કારણે નિકાસકારોને રાહત થઈ છે. એસોસિએશનના ચેરમેન અરુણ મેમને કહ્યું હતું કે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ખાસ્સું ડિસરપ્શન, લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો, અને ટ્રેડ સંબંધિત અનિશ્ચિતતા વચ્ચે પણ ટાયરની નિકાસ નોંધપાત્ર વધી હતી.

અમેરિકા પછી ટાયરની નિકાસના સૌથી મોટા ડેસ્ટિનેશન તરીકે અનુક્રમે જર્મની (7%), ઈટાલી (5%), બ્રાઝિલ (5%), અને ફ્રાન્સ (4%) છે. છેલ્લાં ચારથી પાંચ વર્ષમાં ટાયર ઉત્પાદકોએ ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સમાં ~30,000 કરોડનું જંગી રોકાણ કર્યું છે, જે આગામી સમયમાં મજબૂત આઉટલૂક અંગે તેમનો વિશ્વાસ દર્શાવે છે. ટાયર ઈન્ડસ્ટ્રીનું વાર્ષિક ટર્નઓવર ~1 લાખ કરોડનું છે અને દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અગ્રેસર તરીકે ઊભર્યું હોવાનું તેમણે કહ્યું હતું. ઈરાન યુદ્ધને કારણે સપ્લાય ચેઈન ડિસરપ્શનની સમસ્યા હજી યથાવત્ છે અને એનર્જી કોસ્ટ પણ વધ્યો છે તેમ છતાં ટાયર ઉત્પાદકોને આશા છે કે ભારત ટાયર મેન્યુફેક્ચરિંગનું હબ બનશે. વિવિધ દેશો સાથે ટ્રેડ એગ્રીમેન્ટ્સને પગલે નિકાસ માટે નવા અવસરો ઊભા થશે તેવી આશા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay