Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વાડજ સર્કલ ફ્લાયઓવરના નિર્માણમાં અસહ્ય વિલંબ બાદ હવે કામમાં ધમધમાટ

વાડજ સર્કલ ફ્લાયઓવરના નિર્માણમાં અસહ્ય વિલંબ બાદ હવે કામમાં ધમધમાટ

નવગુજરાત સમય , અમદાવાદ

હેરના જૂના વાડજ સર્કલ ઉપર ફ્લાયઓવર બનાવવાના પ્રોજેક્ટમાં આઠ મહિનાનો ભારે વિલંબ થવા પામ્યો છે અને હવે યુધ્ધનાં ધોરણે કામ હાથ ધરતાં વાડજ સર્કલથી ગાંધીઆશ્રમ તરફનાં બ્રિજ ઉપર ગર્ડર ગોઠવવામાં આવી રહ્યાં છે.

મ્યુનિ. ઇજનેર ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ગાંધીઆશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનાં કારણે ગાંધીઆશ્રમ તરફ જતાં રોડને બંધ કરવામાં આવતાં વાહનવ્યવહાર સરળતાથી વહન થાય તે હેતુથી તેમજ વાડજ સર્કલ ખાતે થતી ટ્રાફિકજામની સમસ્યા નિવારવા સર્કલ ઉપર ફ્લાયઓવર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.

પરંતુ વિવિધ કારણોસર આ બ્રિજનાં કામમાં અસહ્ય વિલંબ થવાનાં કારણે વાડજ સર્કલ ઉપર નવા વાડજ, આશ્રમરોડ, દધિચીબ્રિજ અને ગાંધીઆશ્રમ તરફથી આવતાં વાહનચાલકો તેમજ એસટી અને એએમટીએસ જેવા ભારે વાહનોને ભારે ટ્રાફિકજામનો સામનો કરવો પડી રહ્યો હતો અને લોકોમાં રોષની લાગણી વધતી જતી હતી. તેના પગલે ટ્રાફિક પોલીસ અને મ્યુનિ.એ ભેગા મળી ઠેર ઠેર બેરિકેડ લગાવ્યા હતા. બીજી બાજુ મ્યુનિ.ઇજનેર ખાતા દ્વારા બ્રિજના કોન્ટ્રાક્ટરને કામમાં વિલંબ બદલ અત્યાર સુધીમાં ૯૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. જોકે આ બ્રિજની મુદત વધારવામાં આવતાં હવે બ્રિજનુ કામ નવેમ્બર ૨૦૨૬માં પૂરૂ થાય તેવી ધારણા સેવાઇ રહી છે.

વાડજ સર્કલ ખાતેનાં ફ્લાયઓવરનાં ગાંધીઆશ્રમ તરફનાં પિલ્લર ઉપર ગર્ડર લોન્ચ કરવાની કામગીરી ગત રાત્રિથી શરૂ કરવામાં આવી છે. વાડજ જંક્શનથી ગાંધી આશ્રમ તરફના રોડ પર 41.00 મીટર લાંબા સ્પાન માટે પી-જી-1થી જીપી-3 વચ્ચે ગર્ડર લોન્ચિંગનું કામ હાથ ધરાયું છે. આ જટિલ કામગીરી પાંચમી જુલાઈની રાત્રિ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. ગર્ડર લગાવવાની કામગીરી પૂરી થતાં બ્રિજના નિર્માણકાર્યમાં ઝડપ આવશે અને કામ સમયમર્યાદામાં પૂરું થવાની શક્યતા વધશે.

ઇજનેર ખાતાનાં સૂત્રોએ કહ્યું કે, ફ્લાયઓવર ઉપર ગર્ડર લગાવવાની કામગીરી જોખમી હોવાથી કોઇ જાનહાનિ ના થાય તે માટે રાત્રિનાં સમયે જ કામકાજ કરવામાં આવશે અને રાત્રે કામગીરી વખતે એક તરફનો રોડ બંધ રાખવામાં આવશે. જ્યારે દિવસ દરમિયાન ટ્રાફિકજામ ના થાય તે માટે કોઇ કામકાજ કરવામાં આવશે નહિ અને રાબેતા મુજબ જ ટ્રાફિક ચાલુ રાખવામાં આવશે, જેથી વાહનચાલકોને હાલાકી ભોગવવી પડશે નહિ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay