Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વૈશ્વિક આંચકાઓ વચ્ચે પણ 2027માં ભારત 6.3% વૃદ્ધિ નોંધાવશેઃ OECD

વૈશ્વિક આંચકાઓ વચ્ચે પણ 2027માં ભારત 6.3% વૃદ્ધિ નોંધાવશેઃ OECD

એજન્સી, નવી િદલ્હી

પશ્ચિમ એશિયામાં સંકટના પગલે વૈશ્વિક અર્થતંત્ર ઘીમું પડી રહ્યું હોવાથી ભારતમાં પણ અસર જોવા મળી શકે છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2026-27 (2027) દરમિયાન ભારત 6.3 ટકા અને 2027-28 (2028)માં 6.4 ટકા વૃદ્ધિ દર નોંધાવી શકે છે.

ઊભરતા બજારના અર્થતંત્રો પૈકી ચીનનો વૃદ્ધિ દર વર્ષ 2025માં 5.0 ટકા હતો, જે વર્ષ 2026માં ઘટીને 4.5 ટકા અને 2027માં 4.3 ટકા રહેવાનો અંદાજ છે.

ચીનમાં એનર્જીની સમસ્યા અને રીઅલ એસ્ટેટમાં ઉથલપાથલથી વૃદ્ધિ દર પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. OECDના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વૈશ્વિક અર્થતંત્રના પરિપ્રેક્ષ્‍યમાં મધ્ય પૂર્વનો સંઘર્ષ મહત્ત્વનું પરિબળ બની રહેશે. અખાતી દેશોમાંથી મળતા ઈંધણ ઉપરાંત મહત્ત્વના કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોની કિંમતો ફેબ્રુઆરી મહિના બાદથી વધી છે અને ઉત્પાદન સાથે નિકાસ પ્રવૃત્તિ પણ મંદ થઈ છે. જેના કારણે ફુગાવાને પ્રોત્સાહન મળ્યું છે અને આવક-આર્થિક વૃદ્ધિ પર દબાણ આવ્યું છે. જીડીપી વૃદ્ધિ દરના અંદાજ સુધારીને નીચા કરાયા છે અને ફુગાવામાં પણ વધારાનો અંદાજ વધ્યો છે.

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જાન્યુઆરી 2025મમાં મનીટરી પોલિસી રેડ 6.5 ટકા રાખ્યો હતો, જે ફેબ્રુઆરી 2026માં 5.25 ટકાના ન્યૂટ્રલ દરે હતો. ધિરાણના દરોમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. નોન-ફૂડ બેંક ક્રેડિટમાં માર્ચમાં ગત વર્ષની સરખામણીએ 15.9 ટકા વ્યાપ વધ્યો છે. તાજેતરના વૈશ્વિક ઘટનાક્રમે ફુગાવાનું દબાણ વધાર્યું હોવાથી ખાદ્ય વસ્તુના ભાવ વધી શકે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay