Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વાપીના તળાવોના લીઝ કરારો પરના આર્બિટ્રેશન પર હાઇકોર્ટની હંગામી રોક

વાપીના તળાવોના લીઝ કરારો પરના આર્બિટ્રેશન પર હાઇકોર્ટની હંગામી રોક

નવગુજરાત સમય , અમદાવાદ

વાપીના તળાવોના લીઝ કરારો પરના આર્બિટ્રેશન પર હાઇકોર્ટ હંગામી રોક લગાવી છે. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન અને શશીજીત ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ વચ્ચે વાપીમાં લખમદેવ તળાવ, ડુંગરા તળાવ અને ચલા તળાવ સંબંધિત લીઝ કરારોથી ઊભી થયેલી મધ્યસ્થી કાર્યવાહીમાં હાલ આગળ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવે.

આ નિર્દેશ 18 જૂન સુધી કોર્ટ સમક્ષ આગામી સુનાવણી સુધી અમલમાં રહેશે. મધ્યસ્થી(આર્બિટ્રેશન) કાર્યવાહી ચાલુ રાખવાના મુદ્દાને પડકારતી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાખલ કરાયેલી અરજીઓમાં જસ્ટિસ એલ.એસ.પીરઝાદાએ નોટિસ જારી કરતી વખતે આ આદેશ આપ્યો છે.

હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે આ કોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનો પેન્ડિંગ હોવાથી અને સુનાવણીની આગામી તારીખ 18મી જૂનના રોજ નક્કી કરવામાં આવી હોવાથી, પ્રતિવાદી આગામી સુનાવણીની તારીખ સુધી મધ્યસ્થી કાર્યવાહી શરૂ કરી શકશે નહીં અને કોઈ આદેશ પસાર કરી શકશે નહીં. આ અરજીઓ 30 જાન્યુઆરી, 2020 ના રોજ લખમદેવ તળાવ, ડુંગરા તળાવ અને ચલા તળાવ સંબંધિત લીઝ કરારોના સંદર્ભમાં શરૂ થયેલી મધ્યસ્થી કાર્યવાહીથી સંકળાયેલી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને 16મી મે, 2026 ના રોજ મધ્યસ્થી દ્વારા જારી કરાયેલા સંદેશાવ્યવહારને રદ કરવા માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેણે આગળની મધ્યસ્થી કાર્યવાહી પર સ્ટે મૂકવાની પણ માંગ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન વતી હાજર રહેલા સરકારી વકીલે રજૂઆત કરી હતી કે શશીજીત ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડે કોર્પોરેશનની સંમતિ વિના એકપક્ષીય રીતે મધ્યસ્થીકાર (આર્બિટ્રેટર)ની નિમણૂક કરી હતી.મધ્યસ્થીકારે હાઈકોર્ટ કેમ્પસ ખાતેના મધ્યસ્થતા કેન્દ્ર સમક્ષ આગામી સુનાવણીની તારીખ બીજી જૂન નક્કી કરતું કોમ્યુનિકેશન કર્યું હતું. જેમાં જણાવાયું હતું કે લેખિત નિવેદન દાખલ કરવામાં નિષ્ફળતાથી કોર્પોરેશનનો લેખિત નિવેદન દાખલ કરવાનો અધિકાર બંધ થઈ જશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay