Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2 વર્ષ બાદ શેખ હસીના લાઇવ આવ્યા, બાંગ્લાદેશની સ્થિતિ વર્ણવતા સ્પીચ દરમિયાન ભાવુક થઈ રડી પડ્યા

2 વર્ષ બાદ શેખ હસીના લાઇવ આવ્યા, બાંગ્લાદેશની સ્થિતિ વર્ણવતા સ્પીચ દરમિયાન ભાવુક થઈ રડી પડ્યા

લાઇવ સ્પીચમાં ધ્રુસકે-ધ્રુસકે રોઈ પડ્યા બાંગ્લાદેશમાં થયેલા અન્યાય પર શેખ હસીનાનું દર્દ છલકાયું બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ૨ વર્ષ બાદ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ વર્ચ્યુઅલી આવ્યા ૫ ઑગસ્ટ ૨૦૨૪ના રોજ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના હિંસક વિરોધ પ્રદર્શન અને રાજકીય ઉથલપાથલ બાદ તત્કાલીન વડાંપ્રધાન શેખ હસીનાને અચાનક દેશ છોડીને ભારત આવવું પડ્યું હતું.

દેશ છોડ્યા બાદથી તેઓ સતત મીડિયા અને કેમેરાથી દૂર રહ્યા હતા. પરંતુ ૨ વર્ષના લાંબા સમય બાદ શેખ હસીના પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ વર્ચ્યુઅલી લાઇવ આવ્યા છે અને પોતાની વાત રજૂ કરી છે. નવી દિલ્હી સ્થિત 'ફોરેન કોરેસ્પોન્ડન્ટ્સ ક્લબ ઑફ સાઉથ એશિયા'(હ્લઝ્રઝ્ર) દ્વારા આયોજિત ખાસ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ જાેડાયા હતા.
ઑગસ્ટ ૨૦૨૪માં જ્યારે બાંગ્લાદેશની શેરીઓમાં હિંસા ભડકી હતી અને વિરોધ પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન આવાસ પર દરોડો પાડ્યો હતો, ત્યારે શેખ હસીનાને ખૂબ જ ઓછા સમયમાં દેશ છોડવાનો ર્નિણય લેવો પડ્યો હતો. ત્યારથી તેઓ ભારતમાં એક સુરક્ષિત અને ગોપનીય સ્થાને રહી રહ્યા છે. આ ૨ વર્ષ દરમિયાન તેમના કેટલાક લેખિત નિવેદનો કે ઑડિયો મેસેજ ચોક્કસ સામે આવ્યા હતા, પરંતુ તેઓ ક્યારેય લાઇવ પ્રેસ કોન્ફરન્સમાં જાેવા મળ્યા નહોતા. હવે ૨ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય પત્રકારો સમક્ષ આવીને તેમણે પોતાનું મૌન તોડ્યું છે.
લાઇવ સ્પીચ દરમિયાન પોતાની આપવીતી સંભળાવતા શેખ હસીના અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમનો અવાજ રુંધાઈ ગયો હતો. તેમણે જણાવ્યું કે, જુલાઈ અને ઑગસ્ટ મહિનાનું સાચું સત્ય એ છે કે વિદ્યાર્થીઓનું એ પ્રદર્શન શાંતિપૂર્ણ નહોતું. એક સુઆયોજિત જૂથ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને હિંસા ભડકાવવા માગતું હતું. ૧૫ જુલાઈ ૨૦૨૪ પછી આંદોલનનું સ્વરૂપ બદલાઈ ગયું અને દેશમાં ભારે હિંસા ફેલાવવામાં આવી હતી.
શેખ હસીનાએ દેશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે બાંગ્લાદેશ આજે વિભાજિત થઈ ગયું છે અને ત્યાં અરાજકતાનો માહોલ છે. દેશમાં બેરોજગારી ચરમસીમા પર છે અને લોકો ભારે પરેશાન છે. આ સમયે દેશને વિભાજનને બદલે એકતાની જરૂર છે. તેમણે ફરી એકવાર બાંગ્લાદેશ પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને દેશમાં બંધારણીય મૂલ્યો તથા કાયદાનું શાસન પુન:સ્થાપિત કરવા માંગ કરી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદે અત્યંત આકરા પ્રહારો કરતાં કહ્યું કે બાંગ્લાદેશમાં પોલીસ કસ્ટડીમાં આવામી લીગના કાર્યકરોની સતત હત્યાઓ થઈ રહી છે અને વર્તમાન સરકાર આ હિંસાને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે દેશમાં આતંકવાદી સંગઠનો ૈંજીૈંજી અને અલ-કાયદાના સક્રિય સભ્યોને છોડી મૂકવામાં આવ્યા છે. બાંગ્લાદેશ આજે એક નિષ્ફળ રાષ્ટ્ર બની ગયું છે જ્યાં માનવાધિકાર જેવું કંઈ બચ્યું નથી અને તે ભારતની પૂર્વ સરહદ પર બીજું પાકિસ્તાન બની રહ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti