Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બેકસાઈડ વીડિયો પર નેહા ધુપિયા ભડકી, કહ્યું: કોઈ પણ યુવતીનો પાછળથી વીડિયો ન બનાવો

બેકસાઈડ વીડિયો પર નેહા ધુપિયા ભડકી, કહ્યું: કોઈ પણ યુવતીનો પાછળથી વીડિયો ન બનાવો

સોનાક્ષી સિંહાએ કહ્યું, વેલ ડન નેહા બેકસાઈડના વિડીયો જાેઈ નેહા ધુપિયા પાપારાઝીઓ પર ભડકી ફોટોગ્રાફર્સને ખખડાવતાં કહ્યું, ,મેરા હી નહીં,કિસી ભી લડકી કા પીછે સે વિડીયો મત બનાઓ બોલિવુડની હિરોઇન નેહા ધુપિયા આજકાલ તેની ફિલ્મોને બદલે તેની અંગત જિંદગીની કહાનીઓને કારણે વધારે ચર્ચામાં છે. હવે નેહાનો એક ઓર વિડીયો બહાર આવ્યો છે જેમાં તે પાપારાઝીઓ પર ભડકી રહી હોવાનું દેખાય છે.નેહાએ આ વિડિયોમાં પોતાના બેકસાઇડથી બનાવવામાં આવેલાં વિડીયો બાબતે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, યે બેકસાઇડ કે વિડીયો કૌન બનાતા હૈ તુમ લોગોમેં સે?

બંદ કરો યે સબ. મેરા હી નહીં, કિસી ભી લડકી કા પીછે સે વિડીયો મત બનાઓ. બાર બાર બોલતે બોલતે હમ થક ગયે હૈ. કભી બેગ ઉઠાકર, કભી કિતાબ પકડકર તો કભી પીછે ચલતે હુએ વિડીયો બનાતે હો.

અબ યે સબ નહીં ચલેગા. ઇસે બંદ કરો. આપ લોગો સે હમેશા ઇજ્જત સે બાત કરતે હૈ ઇસલિયે ઐસા મત કિયા કરો.નેહા ધુપિયાના આ વિડીયો પર કોમેન્ટ કરતાં સોનાક્ષી સિંહાએ ફોટોગ્રાફર્સ પર પોતાનો રોષ ઉતારી રહેલી નેહા ધુપિયાને બિરદાવતાં જણાવ્યું હતું કે વેલ ડન નેહા. સોનાક્ષી સિંહા તેના પિતા શત્રુઘ્નસિંહા અને પતિ ઝહીર સાથે એકસાથે દેખાતાં પાપારાઝીઓ તેમને કેમેરામાં કેદ કરવા દોડયા હતા. જેને કારણે પણ સોનાક્ષી સિંહા ફોટોગ્રાફર્સ પર રોષે ભરાઇ હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti