Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભારત 6-7 ઓગસ્ટે કરી શકે લાંબા અંતરની મિસાઈલ ટેસ્ટ, 2530 કિમી વિસ્તાર 'નો-ફ્લાય ઝોન' જાહેર

ભારત 6-7 ઓગસ્ટે કરી શકે લાંબા અંતરની મિસાઈલ ટેસ્ટ, 2530 કિમી વિસ્તાર 'નો-ફ્લાય ઝોન' જાહેર

૨,૫૩૦ કિમી વિસ્તાર 'નો-ફ્લાય ઝોન' જાહેર ભારત ૬-૭ ઓગસ્ટે કરી શકે મેગા મિસાઈલ ટેસ્ટ ઓડિશાના અબ્દુલ કલામ દ્વીપથી લાંબા અંતરની વ્યૂહાત્મક મિસાઈલના પરીક્ષણની અટકળો; સત્તાવાર પુષ્ટિ હજુ બાકી ભારતે ૬ અને ૭ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન સંભવિત લાંબા અંતરની મિસાઈલ પરીક્ષણને ધ્યાનમાં રાખીને હિંદ મહાસાગર વિસ્તારમાં વિશેષ NOTAM (NOice to Airmen) જાહેર કર્યું છે.

આ સૂચના અનુસાર ઓડિશાના ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વીપ સાથે જાેડાયેલા આશરે ૨,૫૩૦ કિલોમીટર લાંબા દરિયાઈ વિસ્તારને અસ્થાયી 'નો-ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યો છે.
જાહેર કરાયેલા NOTAM મુજબ પરીક્ષણ માટેની સંભાવિત સમયવિન્ડો ૬ ઓગસ્ટે સાંજે લગભગ ૬ વાગ્યાથી શરૂ થઈ ૭ ઓગસ્ટે રાત્રે લગભગ ૯ વાગ્યા સુધી રહેશે.
જાેકે કઈ મિસાઈલનું પરીક્ષણ થવાનું છે તેની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.
રક્ષા નિષ્ણાતોના મતે પ્રતિબંધિત વિસ્તારનું કદ જાેતા આ પરીક્ષણ અગ્નિ શ્રેણીની લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલ અથવા K-૪ સબમરીન-લૉન્ચ્ડ બેલિસ્ટિક મિસાઈલ સાથે સંબંધિત હોઈ શકે છે. જાેકે આ અંગે સરકાર કે સંરક્ષણ સંસ્થાઓએ કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
અબ્દુલ કલામ દ્વીપ પર આવેલું પરીક્ષણ કેન્દ્ર DRDO અને સ્ટ્રેટેજિક ફોર્સેસ કમાન્ડ દ્વારા સંચાલિત થાય છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલની માર્ગદર્શન પ્રણાલી, પ્રોપલ્શન ક્ષમતા તેમજ અદ્યતન ટેક્નોલોજીની કામગીરીનું મૂલ્યાંકન થવાની શક્યતા છે.
સુરક્ષા કારણોસર હવાઈ અને દરિયાઈ માર્ગ પર અસ્થાયી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે સત્તાવાર વિગતો જાહેર થયા બાદ જ પરીક્ષણ અંગે સંપૂર્ણ માહિતી સ્પષ્ટ થશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti