Dailyhunt
Bobby Deol પિતા Dharmendraને મળેલા લાઇફટાઇમ એવોર્ડ વખતે ભાવુક બન્યા

Bobby Deol પિતા Dharmendraને મળેલા લાઇફટાઇમ એવોર્ડ વખતે ભાવુક બન્યા

સ્ટેજ પર એવોર્ડ લેતી વખતે પિતાની યાદમાં ભાવુક થઈ ગયો બોબી દેઓલ દિવંગત ધર્મેન્દ્રને મળ્યો લાઇફટાઇમ અચીવમેન્ટ એવોાર્ડ ધર્મેન્દ્રના બંને પુત્રો સની દેઓલ અને બોબી દેઓલને ઇન્ડસ્ટ્રીમાં જે સન્માન મળે છે, તેનો શ્રેય બોબીએ પોતાના પિતાને જ આપ્યો દિવંગત બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્રને તાજેતરમાં સ્ક્રીન એવોર્ડ્સ ફંક્શનમાં મરણોત્તર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પિતા વતી આ એવોર્ડ લેવા જ્યારે બોબી દેઓલ મંચ પર પહોંચ્યા, ત્યારે તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહીં. સ્પીચ આપતી વખતે બોબી ખૂબ જ ભાવુક થઈ ગયા. તેમણે ધર્મેન્દ્રના યોગદાન અને સોશિયલ મીડિયા પ્રત્યેના તેમના છેલ્લા દિવસોના લગાવને યાદ કર્યા.એવોર્ડ લેતી વખતે બોબી દેઓલની આંખો તરત જ ભીની થઈ ગઈ.

તેમણે ભારે હૃદયે પોતાના પિતાનો આભાર માન્યો. બોબીએ સ્પીચમાં કહ્યું, "મને તમારા બધાની આંખોમાં મારા પપ્પા માટે જે પ્રેમ દેખાય છે, તે જ તેમની સૌથી મોટી ઉપલબ્ધિ છે. મને હજી પણ એવું લાગે છે કે હું ઘરે જઈશ અને તેમને કહીશ કે મેં આ પુરસ્કાર તેમના માટે જીત્યો છે. હું ખૂબ ભાગ્યશાળી છું કે ભગવાને મને તેમનો દીકરો બનાવ્યો."લોકો ઇન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા યાદ કરે છે બોબીએ કહ્યું, "મારા પપ્પાએ તમને બધાને વ્યક્તિગત રીતે જાણ્યા વિના જ તેમના કામ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા તમારા બધાના દિલને સ્પર્શ કર્યાે છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવી એ તેમનો નવો શોખ બની ગયો હતો. તે હંમેશા ઇચ્છતા હતા કે દરેક ખુશ રહે. તે માનતા હતા કે જાે આપણે આપણી પ્રતિભા પર વિશ્વાસ કરીએ, તો જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરી શકીએ છીએ."ધર્મેન્દ્રના બંને પુત્રો સની દેઓલ અને બોબી દેઓલને ઇન્ડસ્ટ્રીમાં જે સન્માન મળે છે, તેનો શ્રેય બોબીએ પોતાના પિતાને જ આપ્યો.આગળ તેણે કહ્યું, "હું જ્યાં પણ જાઉં છું, મને ખૂબ પ્રેમ મળે છે કારણ કે મારા પપ્પા અને ભાઈ માટે બધાના દિલના દરવાજા ખુલ્લા છે. લોકો મારા પપ્પાને એટલો પ્રેમ કરે છે કે તેઓ વિચાર્યા વગર મને અને મારા ભાઈને અપનાવી લે છે. બોબીએ એમ પણ કહ્યું કે- તેમના પિતાએ ઇન્ડસ્ટ્રીમાં સારા અને ખરાબ બંને દિવસો જાેયા, પરંતુ ક્યારેય હાર ન માની.આદિત્ય ધરની સ્પાય થ્રિલર ફિલ્મ 'ધુરંધર' આ વર્ષે એવોર્ડ નાઇટની સૌથી મોટી વિજેતા બનીને ઉભરી છે, જેણે કુલ ૧૪ એવોર્ડ પોતાના નામે કર્યા. ફિલ્મ માટે રણવીર સિંહને બેસ્ટ એક્ટર અને આદિત્ય ધરને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો, જ્યારે અક્ષય ખન્નાએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ)ની ટ્રોફી જીતી. બીજી તરફ, જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર અભિનીત ફિલ્મ 'હોમબાઉન્ડ'એ 'ધુરંધર' અને 'છાવા' જેવી ફિલ્મોને પાછળ છોડીને 'બેસ્ટ ફિલ્મ'નો ખિતાબ પોતાના નામે કર્યાે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti