Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'છૂ મંતર'ની અફવાઓ પર અભય વર્માની ચોખવટ, કહ્યું- હું ફિલ્મ સાથે સંકળાયેલો નથી

'છૂ મંતર'ની અફવાઓ પર અભય વર્માની ચોખવટ, કહ્યું- હું ફિલ્મ સાથે સંકળાયેલો નથી

નન્યાના સ્થાને શ્રીલીલા ગોઠવાઇ હોવાની અફવાઓ અભય વર્માની ચોખવટ, હું છૂ મંતર ફિલ્મની સાથે સંકળાયેલો નથી જે ફિલ્મ બની રહી હોય તેની વાત થતી નથી પણ જે અફવા હોય તેનું ફોલોઅપ થાય છે મુંજ્યા અને ઓપરેશન સફેદ સાગર સિરિઝના હીરો અભય વર્માએ જણાવ્યું હતું કે હું છૂ મંતર નામની કોઇ ફિલ્મ સાથે સંકળાયેલો નથી. પહેલી અફવા બાદ તેના વિશે જે રીતે એક પછી એક સમાચારો આવતાં રહ્યાં છે તે આશ્ચર્યજનક છે.અભય વર્માએ જણાવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાથી માંડી તેમાં કાસ્ટ કેવી રીતે બદલાઇ રહી છે તેના અહેવાલો હું વાંચતો હતો.

જ્યારે આ બની રહ્યું હતું ત્યારે હું ચૂપચાપ મારા પ્રોજેક્ટ કરી રહ્યો હતો. મારી ફિલ્મોના ફોલોઅપ ન્યુસ એટલા આવતાં નહોતાં જેટલા આ છૂ મંતર ફિલ્મના આવી રહ્યા હતા.જાે કે, અભયે આશા વ્યક્ત કરી હતી કે કોઇ આ ફિલ્મ બનાવે. પણ હાલ તો કશું બની રહ્યું નથી. ઓડિયન્સને માઇબાપ ગણાવી અભયે તેના ચહેરા પર રમતું સ્મિત પણ ઓડિયન્સની અમાનત હોવાનું જણાવ્યું હતું.તેણે જણાવ્યું હતું કે જ્યાં ઓડિશન થાય છે તે આરામ નગર મારું મક્કા છે અને મારે માટે તક જ સર્વસ્વ છે. તેના માટે હું જીવું છું અને તેના માટે હું મરી શકું છું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: navasarjan sanskruti